યુવકની હત્યા કરી આરોપીએ કન્ટ્રોલ રૂમમાં ફોન કર્યો, ‘મેં મર્ડર કર્યું છે પોલીસને મોકલો’
મૃતક લગ્ન વગર યુવતી સાથે રહેતો અને પુત્રનો પિતા હતો, સામાજિક કાર્યકરે અંતિમ વિધિ કરી રેલવે જંક્શન સામે ફૂટપાથ પર બેસવાના મુદ્દે માથાકૂટ થઇ અને યુવકને છરીના ઘા ઝીંકી દીધા
શહેરના જંક્શન રેલવે સ્ટેશન નજીક આશાપુરા હોટેલ સામે ફૂટપાથ પર રહેતો કરણ શિવજીભાઇ ઠાકોર (ઉ.વ.25) રવિવારે બપોરે દોઢેક વાગ્યે ફૂટપાથ પર હતો ત્યારે તેના મિત્ર પ્રવીણ રમેશ વાઘેલા સાથે બોલાચાલી થતાં પ્રવીણે ઉશ્કેરાઇને છરીના બે ઘા કરણને ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા કરણને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેનું મોત નીપજ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.