અંબિકા ટાઉનશીપમાં ફાંસો ખાઈ પ્રોઢનો આપઘાત
શહેરના અંબિકા ટાઉનશીપ પાસેના ગીર એન્કલેવ એપાર્ટમેન્ટના ફ્લેટમાં રહેતાં પ્રોઢે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.
બનાવની મળતી વિગત મુજબ, ગીર એક્લેવ એપાર્ટમેન્ટના ફ્લેટ નં.05માં રહેતા કિરીટભાઈ હરિભાઈ કણસાગરા (ઉ.વ.65)નામના વૃધ્ધે ગતરોજ પોતાના ફ્લેટમાં પંખાના હુકમાં સાડી બાંધી ફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં જ મોત નિપજયાનું 108ના ઈએનટીએ જાહેર કર્યું હતું.
બનાવના પગલે તાલુકા પોલીસનો સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક નિવૃત્ત જીવન જિવતા હતાં અને સંતાનમાં એક દિકરી જે સાસર છે. પત્નીને કેન્સરની બિમારી હોવાથી હાલ તે દિકરી સાથે રહેતાં હતાં. પોતે એ એકલા હોય ત્યારે પગલે ભરી લીધું હતું. કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.