ગુરુપૂર્ણિમાએ શ્રી સોપડ મહાકાલી મંદિરે ભક્તોતી લાંબી કતાર લાગી
સાબરકાંઠાજિલ્લાના પ્રાચીન શ્રીસોપડ મહાકાલી મંદિરે ગુરુપૂર્ણિમાના પવિત્રદિવસે માનવ મેદનીનો મહાસાગર ઉમટી પડ્યો હતો. રવિવારનો દિવસ અને ગુરુપૂર્ણિમાનો પવિત્ર દિવસ હોવાથી અદિત્ય ભક્તજનો ઉમટી મહાકાલી માતાજીના દર્શન માટે સવારથી સાંજ સુધી એકધારી જનમેદનીએ લાઈન લગાવી હતી. મંદિરના વિશાળ મેદાનમાં તેમજ આજુબાજુ આવેલી જગ્યાઓમાં વાહન પાર્ક કરવાની સમસ્યા પેદા થવા પામી હતી. જેમાં ભક્તજનો પોતાના અને ભાડાના વાહનોની કટારો લગાવી હતી. બપોરના ૨ વાગ્યા સુધી અજ્ઞાત વ્યક્તિ દ્વારા નિ:શુલ્ક મહાપ્રસાદ અપાયો હતો. જેમાં અંદાજે ૧૩,૦૦૦ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.