માળીયા હાટીના માં જૂનાગઢ જીલ્લા પંચાયત કારોબારી ચેરમેને પોતાની ગ્રાન્ટ માંથી વધુ એક પ્રવેશ દ્વાર બનાવ્યો
જૂનાગઢ જીલ્લા પંચાયત કારોબારી ચેરમેને દિલીપસિંહ એન. સીસોદીયા એ પોતાની ગ્રાન્ટ માંથી કુલ 2 પ્રવેશ દ્વાર બનવતા માળીયા હાટીના ની જાહેર જનતા માં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે
માળીયા હાટીના ના હાટી ક્ષત્રીય સમાજના આગેવાન દરેક નાના મોટા સમાજ ને સાથે રાખીને ચાલનારો માણસ જૂનાગઢ જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી દિલીપસિંહ એન.સિસોદીયા પોતાની ગ્રાન્ટ માંથી માળીયા (હાટીના) ના ભવ્ય ઇતીહાસને ફરીથી જાગૃત કરી માળીયા (હાટીના) ને 10 લાખના ખર્ચે કુલ 2 પ્રવેશ દ્વાર રૂપી સોનાનો મુગટ પહેરાવવા માટે (1)રેલ્વે સ્ટેશન પાસે 5 લાખ નો પ્રવેશ દ્વાર જેનું નામકરણ શ્રી સિસોદીયા આપા પીઠાયત પ્રવેશ દ્વાર માળીયા હાટીના (2) સાસણ રોડ મોટા પુલ પાસે 5 લાખના ખર્ચે બીજા પ્રવેશ દ્વારનું નિર્માણ કરવામાં આવ્યો
આ પ્રવેશ દ્વાર નું નામા કરણ માટે આરજી હકુમતના લડાવૈયા અને સ્વતંત્ર સેનાના દરબાર શ્રી જશાબાપુ લખાબાપુ પ્રવેશ દ્વાર માળીયા (હાટીના) નામ આપવામાં આવ્યુ છે તેમજ આગામી દિવસો માં માળીયા હાટીના ને રળિયામણુ બનાવવા માટે તમામ આગેવાનો સાથે મળીને પ્રયત્નો કરીશુ તેવુ જૂનાગઢ જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન દિલીપસિંહ સિસોદીયા ની યાદી જણાવેલ છે
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.