“સજ્જન વ્યક્તિ ગામ ના પાદર માં ઉભેલા ઘટાટોપ વૃક્ષ સમાંતર છે ફળ અને છાયો બને આપે” મોટા મન ના મનજીભાઈ ધોળકિયા એ લાઠી માં આંબા ના રોપા વિતરણ અને આંબા ના વૃક્ષ થી વૃક્ષારોપણ કર્યું ઘેર ઘેર આંબા ઉછેર ના ઉદ્દેશ સાથે જાત વાન રોપા વિતરણ
"સજ્જન વ્યક્તિ ગામ ના પાદર માં ઉભેલા ઘટાટોપ વૃક્ષ સમાંતર છે ફળ અને છાયો બને આપે"
મોટા મન ના મનજીભાઈ ધોળકિયા એ લાઠી માં આંબા ના રોપા વિતરણ અને આંબા ના વૃક્ષ થી વૃક્ષારોપણ કર્યું
ઘેર ઘેર આંબા ઉછેર ના ઉદ્દેશ સાથે જાત વાન રોપા વિતરણ
લાઠી ના ભામાશા મોટા મન ના ભવાની જેમ્સ ના મોભી મનજીભાઈ રૂડાભાઈ ધોળકિયા એ લાઠી શહેર ની અંદર આંબાના રોપા નું વિતરણ કર્યું મોટા પ્રમાણ માં ભામાશા મનજીભાઈ રૂડાભાઈ ધોળકિયા દ્વારા આંબાના ઝાડ થી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું લાખેણી નગરી લાઠી શહેરને હર હંમેશાં પ્રગતિના પંથે લઈ જવા ના ઉમદા અભિગમ થી ઉદાર સખાવતો કરતા મનજીભાઈ ધોળકિયા એ ભવાની ગાર્ડન જળસંસાધન વૃક્ષારોપણ વિધવા બહેનો ને રાશન કીટ સહિત અનેક વિધ સેવા અગ્રેસર બની રહી છે ત્યારે તાજેતર માં આંબાના ઝાડ નું લાઠી શહેરમાં વિતરણ અને આંબાના ઝાડ નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે અવાર નવાર માદરે વતન લાઠી માટે મનજીભાઈ રૂડાભાઇ ધોળકિયા દ્વારા વિકાસ કામો કે શિક્ષણ આરોગ્ય કે સામાજિક પ્રસંગો માં ઉદાર સખાવતો સર્વવિદિત છે ત્યારે ગુજરાતી કહેવત છે કે "આંબો વાવે તો કેરી આવે" સજ્જન વ્યક્તિ ગામ ના પાદર માં ઉભેલા ઘટાટોપ વૃક્ષ સમાંતર હોય છે જે ફળ અને છાયો બંને આપતા રહે છે ભવાની જેમ્સ ના મોભી વતન ના રતન મનજીભાઈ ધોળકિયા દ્વારા સમગ્ર લાઠી શહેર માં આંબા ઉછેર માટે ઉપડેલ મુહિમ સમસ્ત માનવ સમાજ માટે પ્રેરણાત્મક છે સમગ્ર લાઠી શહેર માં ઘેર ઘેર આંબા ના ઉછેર ને મહત્તા સાથે જાતવત આંબા ની કલમ ના રોપા વિતરણ કરાય રહ્યા છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.