જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ના યજમાન પદે તૃતિય ફેડરેશન કાઉન્સીલ - 2023 યોજાઇ* - At This Time

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ના યજમાન પદે તૃતિય ફેડરેશન કાઉન્સીલ – 2023 યોજાઇ*


*જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ના યજમાન પદે તૃતિય ફેડરેશન કાઉન્સીલ - 2023 યોજાઇ*

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ના યજમાન પદે જાયન્ટ્સ ફેડરેશન ૩/બી ની તૃતીય ફેડરેશન કાઉન્સીલ - ૨૦૨૩ તા.૨૮/૧૦/૨૩ ના રોજ શ્રીહનુમાનજી મંદિર સારંગપુર ખાતે યોજાઈ.
આ તૃતીય ફેડરેશન કાઉન્સીલ માં ૩૧ કાઉન્સિલરો એ ભાગ લીધેલ.
આ કાઉન્સીલ નું દીપ પ્રાગટય ફેડરેશન પ્રમુખ શાંતિભાઈ પટેલ તથા મહાનુભાવો ના વરદ હસ્તે કરી જાયન્ટ્સ પ્રાર્થના થી કરવામાં
સ્વાગત પ્રવચન યજમાન ગ્રુપ ના પ્રમુખ ચંદુભાઈ સાવલિયા એ કરેલ. ઉપસ્થિત મહાનુભાવો નું પુષ્પ ગુચ્છ અર્પણ કરી અભિવાદન કરેલ.
પ્રથમ સેશન ની આભાર વિધિ સેક્રેટરી દીપકભાઈ માથુકીયા એ કરેલ.
દ્વિતીય સેશન નો પ્રારંભ જાયન્ટ્સ પ્રાર્થના થી આવેલ.
આ પ્રસંગે સેન્ટ્રલ કમીટી મેમ્બર રાજેશભાઈ દેસાઈ , સ્પે.કમીટી મેમ્બર મહેન્દ્ર ભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેલ.સ્વાગત પ્રવચન ફેડરેશન પ્રમુખ શાંતિ ભાઈ પટેલે અને ઓપનિંગ રિમાર્કસ આઇ. પી.પી.જયદેવ ભાઈ ભટ્ટ દ્વારા તેમજ ગત મિનિટ્સ ની બહાલી સર્વાનુમતે કરવામાં આવેલ.પ્રથમ ઓફિસરશ્રીઓ નો રિપોર્ટ બાદ માં યુનિટ ડીરેકટરો દ્વારા તથા ત્રણેય ઉપ પ્રમુખ દ્વારા વિવિધ પ્રોજેકટ પ્રોગ્રામ ની માહિતી /સમિક્ષા કરવામાં આવેલ. તેમજ ફેડરેશન તથા મુંબઈના પદાધિકારીઓ દ્વારા જાયન્ટ્સ ના વિકાસ વિસ્તાર અંગે માર્ગ દર્શન પૂરું પાડેલ. તેમજ જાયન્ટ્સ નું વાર્ષિક અધિવેશન તા.૩/૧૨/૨૩ ના દિવ મુકામે યોજવાની જાહેરાત કરવામાં આવેલ. છેલ્લે રાષ્ટ્ર ગીત નું ગાન કરી સ્વરૂચી ભોજન સાથે તૃતિય કાઉન્સીલ નું સમાપન કરવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.