રાજકોટ પોલીસ ની તમામ બ્રાંચો સક્રિય: વેપારી સહિત 8 દારૂના ધંધાર્થી ઝડપાયા: રૂા.5.30 લાખનો મુદ્દામાલ જપ્ત - At This Time

રાજકોટ પોલીસ ની તમામ બ્રાંચો સક્રિય: વેપારી સહિત 8 દારૂના ધંધાર્થી ઝડપાયા: રૂા.5.30 લાખનો મુદ્દામાલ જપ્ત


શહેરમાં થર્ટી ફર્સ્ટ પહેલા સક્રિય થયેલા બુટલેગરો પર પોલીસની મહત્વની બ્રાંચો એલસીબી, ક્રાઈમ બ્રાંચ અને પીસીબીની ટીમે સ્ટ્રાઈક બોલાવી અલગ અલગ સ્થળોએ સાત દરોડા પાડી એક વેપારી સહિત 8 શખ્સોને દબોચી 206 બોટલ અને 200 લીટર દેશી દારૂ સાથે દબોચી રૂા.5.30 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
દરોડાની વિગત મુજબ, એલસીબી ઝોન-1 પીએસઆઈ બી.બી. ચુડાસમા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ્ટેબલ સત્યજીતસિંહ જાડેજા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે શ્રી હરી મેઈન રોડ પર ઈન્ડીયન ઓઈલના પેટ્રોલ પંપના ખુણેથી કાર નં. જીજે 01 આરએકસ 9975માંથી દારૂની 59 બોટલ પકડી હિતેષ ગોબર ચાવડા (ઉ.30) (રહે. રાધાકૃષ્ણ શેરી નં.13)ને દબોચી રૂા.1.64 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
બીજા દરોડામાં ક્રાઈમ બ્રાંચના કોન્સ્ટેબલ વિશાલ દવે ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે ગુંદાવાડી સોસાયટી શેરી નં.14, રામાપીરના મંદિર પાછળથી કિશન લાલજી ચાવડા (ઉ.19) (રહે. ચુનારાવાડ શેરી નં.15)ને દબોચી દારૂની 96 બોટલ સહિત રૂા.16320નો મુદામાલ કબ્જે કર્યો હતો.
ત્રીજા દરોડામાં પીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ, કોન્સ્ટેબલ વિજયભાઈ અને યુવરાજસિંહને મળેલ ચોકકસ બાતમીના આધારે તૈયા રોડ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમની સામે ખુલ્લા પટ્ટમાંથી પડેલ કારમાંથી દારૂની 51 બોટલ કબ્જે કરી મીત મનીષ સાગોટીયા (ઉ.25) (રહે. ત્રીલોક પાર્ક શેરી નં.2, રૈયા રોડ)ની ધરપકડ કરી રૂા.3.77 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જયારે એલસીબી ઝોન-2ના પીએસઆઈ આર.એચ. ઝાલા અને ટીમે મોટામવા ગામ પાસે તાલુકા શાળા નદીના · પુલ સામેથી પ્રવિણ પ્રાણલાલ મહેતા (ઉ.60) (રહે. રામેશ્વર સોસાયટી શેરી નં.4)ને દબોચી 50 લીટર દેશી દારૂ અને રીક્ષા મળી રૂા.20 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.
મોટામવા ક્રિષ્ના અમર સોસાયટીમાંથી લાખનસિંહ ઉર્ફે ટીંક રામસિંગ કુશવાહ અને સાગર બચુ મકવાણાને દેશી દારૂ120 લીટર સાથે જયારે નવા 150 ફુટ રીંગ રોડ પરસાણા ચોક પાસેથી સુરેશ મેગા જેપાલ (ઉ.37) (રહે.વામ્બુ આવાસ યોજના)ને 18 લીટર દેશી દારૂ સાથે જયારે ધરમનગર આવાસ પાછળથી રવિ ભુપત પરમાર (ઉ.20)ને 10 લીટર દારૂ સાથે ઝડપી પાડયો હતો.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.