વેરા શાખાનો સપાટોઃ અડધા દી’માં ૩ કરોડની રીકવરી
શહેરમાં બાકી મિલ્કત વેરો વસુલવા મનપાની વેરા શાખા દ્વારા કડક કાર્યવાહી કરાતા અડધા દિવસમાં આજ રોજ વેરા વસુલાત શાખા દ્વારા કુલ ૧૩ મિલ્કતોને સીલ કરેલ તથા ૧ નળ કનેકશન કપાત તથા ૩૬ મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ અપાયેલ. તથા રૂા. ૩.૦ર કરોડ રીકવરી કરવામાં આવેલ.
મનપાની સત્તાવાર યાદી મુજબ વર્ષ ર૦રર-ર૩ ની રીકવરી ઝૂંબેશ અંતર્ગત.
વોર્ડ નં. ૧
રામાપીર ચોક ગાંધીગ્રામ પાસે આવેલ ૧ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂા. પ.૦૦ લાખ.
વોર્ડ નં. રમાં
ચૌધરી સ્કુલ પાસે આવેલ ઉમેશ કોમ્પ્લેક્ષમાં ૪ યુનિટને નોટીસ આપેલ., શ્રોફ રોડ પર આવેલ ગેલેકસી ટાઉન હોમ માં ૧ યુનિટને નોટીસ આપેલ., સરદાર બાગ પાસે આવેલ ૪ યુનિટને નોટીસ આપેલ.
વોર્ડ નં. ૩ માં
રેલનગર મેઇન રોડ પર આવેલ ‘જય અંબે એપાર્ટમેન્ટ' માં ૩ યુનિટ ને ટાંચ જપ્તીની નોટીસ આપેલ.
જયારે વોર્ડ નં. ૭ માં ગરેડીયા રોડ પર આવેલ ‘રાધેશ્યામ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ માં ૧ યુનિટ સીલ., રઘુવીર રોડ પર આવેલ ૩ યુનિટને નોટીસ આપેલ.
ઉપરાંત ટાવરના બાકી માંગણા સામે રૂા. ર.૬૦ કરોડ રીકવરી કરવામાં આવી હતી.
સે. ઝોન દ્વારા કુલ ૬ મિલ્કતોને સીલ મારેલ તથા ૧૯ મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીકવરી રૂા. ૧૪.ર૦ લાખ.
વેસ્ટ ઝોન દ્વારા કુલ ૪ મિલ્કતોને સીલ મારેલ તથા ૮ મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીકવરી રૂા. ૧૬.ર૯ લાખ.
ઇસ્ટ ઝોન દ્વારા કુલ ૩ મીલ્કતોને સીલ મારેલ તથા ૧ નળ કનેકશન કપાત તથા ૯ મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રૂા. ૧ર.ર૪ લાખ રીકવરી કરાયેલ. આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સ્પેકટરો દ્વારા આસી. કમિશનર સમીર ધડુક તથા વી. એમ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.