ગાંધી મહેન્દ્ર ચત્રભૂજ એજ્યુકેશનલ ટ્રસ્ટ ના ઉપક્રમે રૂ.૬ લાખ ની કન્યા કેળવણી સહાય નું વિતરણ કરાયું
ગાંધી મહેન્દ્ર ચત્રભૂજ એજ્યુકેશનલ ટ્રસ્ટ ના ઉપક્રમે રૂ.૬ લાખ ની કન્યા કેળવણી સહાય નું વિતરણ કરાયું
વાળુંકડ ભાવનગર શિશુવિહાર સંસ્થા ના સ્થાપક સભ્ય અને સંસ્થા ની અનેક વિધ મહિલા સશકિતકરણ પ્રવૃત્તિ ના પ્રેરણાસ્ત્રોત સ્વ. હીરાબહેન ભટ્ટ ની સ્મૃતિ માં ૨૫ મો મહિલા ઉત્કર્ષ સમારોહ તા.૨૨ નવેમ્બરે શ્રી વિનય વિહાર કેળવણી મંડળ વાળુકડ ખાતે યોજાયો...
ધોરણ ૧૦ અને ૧૨ ની તેજસ્વી દીકરી આર્થિક કારણોસર શિક્ષણ ની મુખ્ય ધારામાંથી બહાર ન રહી જાય તેવા સંસ્થાગત હેતુ થી પ્રારંભાયેલ અને છેલ્લા ૨૫ વર્ષ માં જરૂરીયાતમંદ ૪,૧૩૬ બહેનોને કુલ ૫૨,૧૪,૨૭૨ લાખ ની શૈક્ષણિક સહાય આપવામાં આવેલ.ગાંધી મહેન્દ્ર ચત્રભૂજ એજ્યુકેશનલ ટ્રસ્ટ ના સ્થાપક શ્રી રજનીકાંત ગાંધી ના સ્મરણાર્થે ગાંધી વિચાર સાથે જોડાયેલ નઇ તાલીમ વિચાર ની વાળુકડ, માઇધાર, થોરડી, બેલા , મણાર , વળાવડ , બાબાપુર, આંબલા , પાણીયાળી તથા ખડસલી શાળા ની ધોરણ ૧૦ અને ૧૨ ની ૨૦૦ બહેનો ને પ્રત્યેક ને રૂ.૩,૦૦૦ ની સહાય શ્રી ભદ્રેશ ભાઈ ગાંધી તથા શ્રી હેમંત ભાઈ ગાંધી ના વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું...આ પ્રસંગે શિશુવિહાર દ્વારા ગાંધી વિચાર થી પ્રેરિત નઇ તાલીમ શૈક્ષણિક સંસ્થા ઓમાં હોસ્ટેલ માં રહી અભ્યાસ કરતી તમામ બહેનો ને શૈક્ષણિક કીટ પણ વિતરણ થયું ......
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.