ડાયાબિટીસ ટાઈપ-૧ સારવાર અને અટકાયત માટે એક દિવસીય કાર્યશાળા યોજાઇ
ડાયાબિટીસ ટાઈપ-૧ સારવાર અને અટકાયત માટે એક દિવસીય કાર્યશાળા યોજાઇ
******
સાબરકાંઠા જિલ્લામાં આ અંતર્ગત જુવેનાઈલ (બાળકોમાં) થતા ડાયાબિટીસ ટાઈપ-૧ સારવાર અને અટકાયત માટે જરૂરી માર્ગદર્શન માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાની અધ્યક્ષતામાં એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરાયુ હતું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાએ જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં આ પ્રકારનો પ્રથમ કાર્યક્રમ કરવામાં આવ્યો છે જે આવકાર્ય છે. જિલ્લાના બાળકોમાં થતા ડાયાબિટીસની બિમારી માટે આગામી સમયમાં ટીમ હેલ્થ દ્વારા વિશેષ કામગીરી કરી જનજાગૃતિ માટેના પ્રયાસો કરવામાં આવશે. સમગ્ર વિશ્વમાં NCD (બિન સંચારી રોગો )નું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. આપણી જીવનશૈલી અને આહાર ની ટેવોના કારણે ડાયાબિટીસ તથા અન્ય રોગોના ભોગ બનવું પડે છે.
સાબરકાંઠા જિલ્લામાં આ બીમારીના નોંધયેલ ૫૨ બાળકોને જી.એમ.ઈ આર.એસ મેડિકલ કોલેજ ખાતે ડાયાબિટીસ બીમારીના નિષ્ણાંત ડો.પરીક્ષિત ગોસ્વામી અને તેમની ટીમ દ્વારા બાળકો અને વાલીઓને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. તેઓએ જણાવ્યું કે, બાળકને કયો આહાર વધારે જરૂરી છે, કયો ખોરાક ન લેવો, ઇન્સ્યુલીન કેવી રીતે અને કેટલું લેવું, ઇન્સ્યુલીન લેવાની યોગ્ય રીતનું પણ નિદર્શન કરવામાં આવ્યું. બાળકોને ડાયાબિટીસ સાથે કેવી રીતે તંદુરસ્ત જીવન જીવી શકાય તે માટે માર્ગદર્શિત કર્યા હતા.
આજના વર્કશોપમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરીયા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કે.એસ.ચારણ તથા તમામ તાલુકા આરોગ્ય અધિકારી અને મેડીકલ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.
*********
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.