રાજકોટમાં RTE હેઠળ લીધેલા ખોટા પ્રવેશ રદ, પ્રક્રિયાની ફેરતપાસ કરાશે
રાજ્યમાં ગરીબ વર્ગનાં બાળકોને RTE (રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ ધો. 1થી 8માં નિ:શુલ્ક શિક્ષણ આપવાની યોજનાનો મહદંશે આર્થિક રીતે સક્ષમ વાલીઓ લાભ લઈ રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ રાજ્યમાં આરટીઈ હેઠળ 4500થી વધુ બાળકોએ અગાઉ ધો. 1 ભણી ગયાં હોવા છતાં મફત શિક્ષણ મેળવવા બીજી વાર ગેરકાયદે પ્રવેશ લીધાનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.