જસદણમાંથી કાર્યકરો અને આગેવાનો દ્વારા સી આર પાટિલને અભિનંદન વર્ષા
જસદણમાંથી કાર્યકરો અને આગેવાનો દ્વારા સી આર પાટિલને અભિનંદન વર્ષા
ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ તરીકે આજે સી.આર. પાટીલ ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી રહ્યા છે. લોકસભાની ચુંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા હોય તેઓને પ્રમુખપદે યથાવત રાખવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. ત્યારે જસદણમાંથી શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના અને જસદણ જીઆઈડીસી એસોસિએશનના પ્રમૂખ શ્રી વિજયભાઈ રાઠોડ સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા લોકલાડીલા પ્રમુખને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. સાથો સાથે વિવિધ સેવાકીય કાર્યો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.
ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા ર0 જુલાઇ 2020 ના રોજ નવસારીના સાંસદ સી.આર. પાટીલની ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ તરીકે નિયુકિત કરવામાં આવી હતી. તેઓના ત્રણ વર્ષના કાર્યક્રળમાં ગુજરાતમાં ભાજપને ઐતિહાસિક સફળતા મળી છે. વિધાનસભાની અલગ અલગ બેઠકોની પેટા ચુંટણી, સ્થાનીક સ્વરાજયની ચુંટણી ઉપરાંત ગત ડિસેમ્બર માસમાં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપ રેકોર્ડ બ્રેક 156 બેઠકો જીતી સતત સાતમી વખત ગુજરાતમાં સત્તારૂઢ થયું છે. તેઓની ત્રણવર્ષની મુદત આજે પૂર્ણ થઇ રહી છે. ભાજપના પક્ષના બંધારણ મુજબ પ્રમુખની મુદત ત્રણ વર્ષની રહેલી હોય છે. જો કે મુદતમાં વધારો કરવામાં આવતો હોય છે.
લોકસભાની ચુંટણીના આડે હવે માત્ર આઠથી નવ માસનો સમય બાકી રહ્યો છે. ત્યારે સી.આર. પાટીલને પ્રમુખ પદે યથાવત રાખવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.