બોટાદ જિલ્લામાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયની અધ્યક્ષતામાં અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ અગ્રણીઓ સાથે બેઠક યોજાઈ - At This Time

બોટાદ જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયની અધ્યક્ષતામાં અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ અગ્રણીઓ સાથે બેઠક યોજાઈ


(અસરફ જાંગડ દ્વારા)
સ્વભાવ એ જ સ્વચ્છતા, સંસ્કાર એ જ સ્વચ્છતા*,,સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રને સાર્થક કરવા સામૂહિક રીતે એકતા અને દ્રઢતાનું પ્રદર્શન કરતા અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા માટેના આહ્વાનમાંથી પ્રેરણા લઈને સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાન એ જન અભિયાન બન્યું છે. અને આ 'જન આંદોલન' દેશ માટે પુષ્કળ પરિણામો હાંસલ કરી રહ્યું છે, જેના ભાગરૂપે બોટાદ જિલ્લામાં 17 સપ્ટેંબરથી 31 ઓક્ટોબર સુધી 'સ્વભાવ એ જ સ્વચ્છતા, સંસ્કાર એ જ સ્વચ્છતા'ની થીમ સાથે સ્વચ્છતા હી સેવા અભિયાન પુન: વેગવંતુ થવા જઈ રહ્યું છે. આ સમગ્ર અભિયાન અન્વયે આયોજિત વિવિધ કાર્યક્રમોનું સુચારૂં આયોજન થાય તે હેતુથી બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયની અધ્યક્ષતામાં અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ અગ્રણીઓ સાથે બેઠક યોજાઈ હતી બેઠકમાં કલેક્ટર સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ આયોજનોની વિગતવાર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કલેક્ટરએ સ્વચ્છતા કાર્યોમાં લોક ભાગીદારી,સંપૂર્ણ સ્વચ્છતા જળવાઈ તેમજ સફાઈ કર્મીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત લાભ મળી રહે તે માટે અધિકારીઓને સૂચન કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.