શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી આરોગ્ય શિબિર યોજાય - At This Time

શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી આરોગ્ય શિબિર યોજાય


શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી આરોગ્ય શિબિર યોજાય

ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી તા.૧૫ ડિસેમ્બર ૨૦૨૩ નાં રોજ ભાલ વિસ્તારનાં જશવંતપુર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. જેમાં ૧૫૬ ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ કરવામાં આવેલ.. આ પ્રસંગે વાઘ બકરી ટી પ્રોસેસિંગ યુનિટ દ્વારા મળેલ મેડીકલ વેનનો વિશેષ ઉપયોગ થી બાળકોની લોહીમાં હિમોગ્લોબીન તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્મા વિતરણ કરવામાં આવેલ.
આ પ્રસંગે શિશુવિહાર પુસ્તકાલય દ્વારા શાળાને ૭૫ બાળ પુસ્તકાલય તથા બાલ આરોગ્ય સૂત્ર ભેટ સ્વરૂપે આપવામા આવેલ.આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટિમનાં ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી , શ્રી અંકિતાબહેન ભટ્ટ , શ્રી રેખાબહેન ભટ્ટ , શ્રી મંગળસિંહભાઈ પરમાર , શ્રી શિવાભાઈ રાણા તથા નિરમા લિમિટેડ મેડિકલ ડિપાર્ટમેન્ટના સિનિયર આસિસ્ટન્ટ, શ્રી મુકેશભાઈ ગોહેલ તથા ગામનાં પૂર્વ સરપંચ શ્રી વલ્લભભાઈ તથા આચાર્ય શ્રી ચેતનભાઈ ની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ..
આ કાર્યક્રમનું સંકલન શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિ ના સંચાલક શ્રી રાજુભાઈ મકવાણાએ કર્યું હતું..

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.