અઢી કરોડની જમીનનું ટોકન આપ્યા બાદ દસ્તાવેજ કરવાનું કહેતા રીયલ એસ્ટેટનાં ધંધાર્થી પર હુમલો - At This Time

અઢી કરોડની જમીનનું ટોકન આપ્યા બાદ દસ્તાવેજ કરવાનું કહેતા રીયલ એસ્ટેટનાં ધંધાર્થી પર હુમલો


માલીયાસણ ચોકડી પાસે રેલનગરમાં રહેતા જમીન-મકાનના ધંધાર્થી પર ચાર શખ્સોએ ધોકા-પાઇપથી હુમલો કરતાં યુવાનને સારવારમાં ખસેડાયો હતો. રીયલ એસ્ટેટના ધંધાર્થીએ જમીન માલીકને અઢી કરોડની જમીનનું ટોકન આપ્યા બાદ દસ્તાવેજ કરી આપવાનું કહેતા મારામારી થયાનું સામે આવ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ રેલનગરમાં ઓસ્કાર ટાવરમાં રહેતા ભગીરધથસિંહ સુરૂભા વાળા (ઉ.વ. 32) ગઇકાલે સવારે આઠ વાગ્યાની આસપાસ માલીયાસણ ચોકડી નજીક હતો ત્યારે વિજય, સમીર, ઇભલો જુણેજા અને એક અજાણ્યા શખ્સે ઝઘડો કરી ધોકા-પાઇપથી ઢોર માર મારી નાસી છૂટ્યા હતા. બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવારમાં સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. વધુમાં મળેલ વિગત મુજબ ઇજાગ્રસ્ત ભગીરથસિંહ જમીન-મકાનનો ધંધો કરે છે. તેને એક મહિના પહેલા માલીયાસણમાં રહેતા વિજય નામના શખ્સ પાસેથી માલીયાસણમાં આવેલ તેની અઢી કરોડની સાડા ત્રણ એકર જમીનનો સોદો કર્યો હતો.
જે સોદા પેટે રૂા.60 લાખ ટોન પેટે આપ્યા હતા. જે બાદ એક મહીનો થઇ જવા છતાં વિજય દસ્તાવેજ કરી આપતો ન હતો. જે બાદ આજે દસ્તાવેજ કરી આપવાનું વિજયે કહ્યું હતું. જે મામલે ગઇકાલે ભગીરથસિંહ માલીયાસણ ગયા હતા ને આવતીકાલે દસ્તાવેજ કરી આપવો પડશે નહીંતર તમને આપેલ ટોકનના રૂા.60 લાખ પરત આપી દેજો તેવું કહેતા વિજયે તેના મિત્રો સમીર, ઇભલો સહિતના શખ્સોને બોલાવી હુમલો કર્યો હતો. બનાવ અંગે પોલીસે ઇજાગ્રસ્તનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.