શ્રી સર્વોદય વિદ્યાલય, ઝમરાળા માં કલા ઉત્સવ ની વિવિધ સ્પર્ધાઓનું આયોજન - At This Time

શ્રી સર્વોદય વિદ્યાલય, ઝમરાળા માં કલા ઉત્સવ ની વિવિધ સ્પર્ધાઓનું આયોજન


(ચૌહાણ અજય દ્વારા)
શ્રી સર્વોદય વિદ્યાલય, ઝમરાળામાં તારીખ 30/8/24 નાં રોજ 'ગરવી ગુજરાત ' થીમ આધારિત કલા ઉત્સવની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચિત્ર, બાળ કવિ, સંગીત ગાયન અને વાદન જેવી વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી હતી. આ સ્પર્ધામાં ચિત્ર સ્પર્ધામાં ડણીયા અંજલીબેન ચંદુભાઈ , બાળ કવિ સ્પર્ધામાં અબાણીયા જિગીષાબેન ઘનશ્યામભાઈ, સંગીત ગાયન સ્પર્ધામાં ગઢાદરા વિરાલીબેન દિલીપભાઈ તેમજ સંગીત વાદન સ્પર્ધામાં વાઘેલા માનવભાઇ સહેન્દ્રભાઈ પ્રથમ આવ્યા હતા.આ કલા ઉત્સવની સ્પર્ધા નું આયોજન શાળાનાં ઇન્ચાર્જ આચાર્ય શ્રી રાજેશભાઈ એસ. રામાવત દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત વિજેતા સ્પર્ધકો આગામી દિવસો માં QDC કક્ષાએ લાખેણી મુકામે ભાગ લેવા જશે. આજના આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા નાં શિક્ષક શ્રી દિલીપભાઈ પી. પટેલ, શિક્ષક શ્રી ઉમેશભાઈ બી. લકાણી, ક્લાર્ક શ્રી ધર્મેન્દ્રભાઈ એન. જોષી ઍ ભારે જહેમત ઉઠાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.