મારા વિરૂદ્ધ કરેલ કેસ પાછો ખેંચી લેજે નહીંતર જાનથી મારી નાખીશ કહીં મહિલા પર હુમલો
કોઠારીયા મેઈન રોડ પર રહેતી મહિલાને મારા વિરૂદ્ધ કરેલ કેસ પાછો ખેંચી લેજે નહીંતર તને અને તારી પુત્રીને જાનથી મારી નાંખીસ યોગેશ જીવરાજાની નામના શખ્સે ધમકી આપી મારામારી કરતાં માલવીયાનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે કોઠારીયા મેઈન રોડ પર શક્તિ હોટલ વાળી શેરીમાં રહેતાં કાજલબેન જીતેન્દ્રભાઇ કાલાવાડીયા (ઉ.વ.28) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે યોગેશ નરેન્દ્ર જીવરાજાની (રહે. કોઠારીયા મેઈન રોડ, વિવેકાનંદનગર શેરી નં.13) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ કરણપરા ચોકમાં રહેતાં લાલજીભાઇના પુત્રને બીમારી હોય તેને સાચવવા માટે જાય છે. પાંચ વર્ષ પહેલા તેમના લગ્ન જીતેન્દ્ર કાલાવાડીયા સાથે થયેલ હતાં અને તેમને સંતાનમાં એક દીકરી છે. તેણીના પાંચેક મહીના પહેલા પતિ જીતેન્દ્ર સાથે છૂટાછેડા કરી નાખેલ હતાં.
ગઇ તા. 21/07/2024 ના બપોરના દોઢેક વાગ્યાની આસપાસ તેમના પહેલા લગ્ન થયેલ તે પતિ જીતેન્દ્ર તેમના ઘરે આવેલ અને તેમની દીકરી પલકને તે દીવસે જાગરણ હોય જેથી જીતેન્દ્ર તેને ફરવા માટે લઇ ગયેલ બાદમાં સાંજના સમયે જીતેન્દ્રને કોલ કરેલ અને કહેલ કે, પલકને તમે મુકી જાઉ તેને એકટાણું કરાવવું છે. જેથી જીતેન્દ્રએ કહેલ કે, પલકને મેં કુસુમમાસીના ઘરે મુકેલ છે, કહેતાં તેણી શ્રી નાથજી શેરી નં.05 માં રહેતાં તેમના પૂર્વ પતિના માસીના ઘરે દીકરીને લેવા માટે રીક્ષામાં જતી હતી ત્યારે મવડી મેઈન રોડ પર આવેલ ચામુંડા ટેઇલર્સ પાસે રીક્ષામાથી ઉતરી શેરીમાં ચાલીને જતી હતી ત્યારે રસ્તામાં પડોશી યોગેશ જીવરાજાની મળેલ અને તેણે મહિલાના મોબાઇલમાંથી નંબર લેવા માટે કોશીષ કરેલ અને મને કહેલ કે, તારા મોબાઇલમાથી મને કોલ લાગતો નથી તું ઘરે પહોંચીને મને ફોન કર કહેલ હતું.
દરમિયાન તે બોલાચાલી અને ઝગડો કરી મારામારી કરવાં લાગેલ હતો અને ગાળો આપી કહેવા લાગેલ કે, તે મારા વિરુધ્ધ ભક્તીનગર પોલીસ સ્ટેશનમાં કેસ કરેલ છે, તે તું પાછો લઇ લે નહીતર તને અને તારી દીકરીને સ્કુલેથી લઇ જાનથી મારી નાખીશ ધમકી આપી નાસી છૂટ્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.