અળવ ગામના માથાભારે શખ્સ વિરુદ્ધ રાણપુર પોલીસ અને બોટાદ એસ.પી. પાસે ફરિયાદ કરી દાદ માંગતા કંપનીના માલિક
અળવ ગામના માથાભારે શખ્સ વિરુદ્ધ રાણપુર પોલીસ અને બોટાદ એસ.પી. પાસે ફરિયાદ કરી દાદ માંગતા કંપનીના માલિક
શ્રીજી સેલ્સ કોર્પોરેશન નાં પ્રદૂષણ કાંડમાં નવો વળાંક...
કંપનીના માલિકને ખોટિ રીતે બદનામ કરવાનો પ્રયાસ....
બનાવ અંગે ની વિગત મુજબ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અળવ ગામ પાસે મિલેટ્રી રોડ શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે ની શ્રીજી સેલ્સ કોર્પોરેશન નામની ફેક્ટરી ના માલિક દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવતું હોવાના બનાવ માં નવો વળાંક આવેલ છે,આ બાબતે કંપનીના માલીક લાલજીભાઈ ગોહીલ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે અમારી કંપની દ્વારા કોઈપણ જાતનું કેમિકલ વાળું પદુષિત પાણી બહાર કાઢવામાં આવતું નથી. અને જે ગટરનું પાણી બહાર આવે છે તે અમારી ફેક્ટરીથી ૩૦૦ થી ૪૦૦ મીટર દૂર આવેલ છે. આ તત્વ દ્વારા અમોને દાબ ધમકી આપી બદનામ કરવા માટે પ્રચાર માધ્ય મોનો ઉપયોગ કર્યો હોય તેમ જણાવેલ .અગાઉ પણ શ્રીજી સેલ્સ કોર્પોરેશન કંપની વિરુદ્ધ પ્રદૂષણ ફેલાવવાનો આક્ષેપ કરવામાં આવેલ જેને લઈ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ફેક્ટરીમાં તપાસ કરવામાં આવેલ પરંતુ કોઈ વાંધાજનક મળી આવેલ નહીં. આ માત્ર ને માત્ર અમોને અવાર નવાર ટોર્ચર કરી પૈસાની માંગણી કરવા માં આવે છે જેથી આ બાબતે રાણપુર પોલીસ અને બોટાદ એસ.પી.ને ફરિયાદ કરી આવા માથાભારે તત્વોને રોકવા કંપનીના માલિક લાલજીભાઈ ગોહિલ દ્વારા દાદ માંગેલ છે. તેમ જણાવ્યું હતું.
વધુમાં શ્રીજી સેલ્સ કોર્પોરેશન નામની ફેક્ટરી ની આજુબાજુમાં વાડી ધરાવતા ખેડૂતો તેમજ આ ફેક્ટરી આજુબાજુના વિસ્તારમાં માલ ઢોર ચરાવતા લોકો સાથે મીડિયા દ્વારા વાતચીત કરવામા આવતા જણાવવામાં આવેલ કે અહીં ફેક્ટરી દ્વારા કોઈપણ જાતનું પદૂષણ ફેલાવતું પાણી બહાર કાઢવામાં આવતું નથી. અમો છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારમાં અમારા માલ ઢોર ચરાવીએ છીએ આજ દિવસ સુધી અમારા માલઢોરને કોઈપણ પ્રકારનું નુક સાન થયેલ નથી.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
9998708844
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.