રાજકોટ શહેર મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલ.
રાજકોટ શહેર તા.૧૮/૧૦/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકાના ફૂડ વિભાગને મળેલ માહિતીના અનુસંધાને ફૂડ વિભાગની ટિમ દ્વારા રાજકોટ શહેરમાં હલકી ગુણવત્તાવાળા દૂધની સપ્લાય થતું હોવાની શંકાના આધારે વહેલી સવારે કોઠારીયા રોડ રાજકોટ પરથી બોલેરો ગાડી નં.GJ14X 9071 ની અટકાયત કરી તપાસ કરતાં ગાડીમાં રમેશભાઈ વેલજીભાઇ સાટોડીયા રહે.સહાજાનંદ સોસાયટી, હસુભાઈ ચેવડાવાળાની સામે, રેલ્વે સ્ટેશન પાછળ ગામ.ગોંડલ, તા.રાજકોટ. ને પૂછપરછ કરતાં તેઓ દ્વારા રાજકોટ શહેરમાં અલગ-અલગ ડેરી તથા ફેરીયાઓને દૂધનું વેંચાણ કરતાં હોવાનું જણાવેલ. તેમજ હાલ ગાડીમાં રહેલ ટાંકામાં અંદાજે ૫૦૦ લિટર મિક્સ દૂધનો જથ્થો વેંચાણ અર્થે સંગ્રહ કરેલ હોવાનું જણાવેલ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન દ્વારા સ્થળ પર ના દૂધનું પ્રાથમિક રીતે પરીક્ષણ કરતાં દૂધ પાણી તથા ફોરેન ફેટની ભેળસેળ હોવાનું જાણમાં આવતા સ્થળ પર ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી મિક્સ દૂધનો નમૂનો લેવામાં આવેલ તેમજ લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. વિશેષમાં સદરહુ જથ્થો ફૂડ બિઝનેશ ઓપરેટરે ભેળસેળ યુક્ત હોવાનું સ્વીકારેલ તેમજ બાકી રહેલ દૂધનો જથ્થો માનવ વપરાશ માટે અયોગ્ય હોય ફરીથી તેનું વેંચાણ ન થાય તે હેતુથી નાશ કરવામાં આવેલ. ઉપરોક્ત તમામ કામગીરી નાયબ કમિશનરશ્રી (હેલ્થ) આશિષકુમારની સૂચના અન્વયે ડેઝીગ્નેટેડ ઓફિસરશ્રી એ.એન.પંચાલના માર્ગદર્શન હેઠળ ફૂડ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલ. દિવાળીના તહેવારોમાં મીઠાઈનું વ્યાપક પ્રમાણમાં વેંચાણ થતુ હોય જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ તથા ફરસાણના ઉત્પાદન/વેંચાણ કરતા સ્થળોનું ચેકિંગ કરવામાં આવેલ ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે કુવાડવા મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૦ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં મીઠાઇ, મસાલા, બેકરી પ્રોડક્ટ તથા ખાદ્ય તેલના કુલ ૧૫ નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવેલ. તેમજ સ્થળ પર ૬ પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. (૧) કનૈયા રેસ્ટોરન્ટ (૨) તિરુપતિ રેસ્ટોરન્ટ (૩) શિવ ફેમિલી રેસ્ટોરન્ટ (૪) જય અંબે કેળા વેફર્સ (૫) સંતોષ ગાંઠિયા (૬) અંબિકા રેસ્ટોરન્ટ લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. (૭) મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા (૮) શક્તિ વિજય પરોઠા હાઉસ (૯) જલારામ પાઉંભાજી (૧૦) ખોડિયાર કૃપા ફરસાણ (૧૧) શ્રી મહાલક્ષ્મી ડેરી ફાર્મ (૧૨) શ્રીજી સુપર માર્કેટ (૧૩) શ્રી ચામુંડા ફરસાણ (૧૪) શિવ શક્તિ રેસ્ટોરન્ટ (૧૫) જોધપુર સ્વીટ & નમકીન (૧૬) માધવ ડેરી ફાર્મ (૧૭) પટેલ વિહાર પરોઠા હાઉસ (૧૮) ન્યુ સોરઠિયા ફેમિલી રેસ્ટોરન્ટ (૧૯) સવાર રસપાળ રેસ્ટોરન્ટ (૨૦) વિરજ ફરસાણ & સ્વીટ માર્ટની સ્થળ પર ચકાસણી કરેલ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.