ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા દ્વારા “કટોકટી – કાળો દિવસ – ૨૫ જૂન અંતર્ગત ખેડૂત ભવન હોલ, જુના માર્કેટીંગ યાર્ડ, બોટાદ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું
કાર્યક્રમની શરૂઆતમાં રાષ્ટ્રીય ગીત "વંદે માતરમ્" ગાવામાં આવ્યું. ઉપસ્થિત મહાનુભાવોનું ખેસ પહેરાવી અને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને વક્તા વિભાવરીબેન દવે તેમજ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી અને ગઢડાના ધારાસભ્ય મહંતશંભુનાથ ટૂંડિયાજી બાપુ એ કટોકટી - કાળો દિવસ : તા. ૨૫ જૂન ૧૯૭૫ ના રોજ દેશમાં કટોકટી લાદીને કોંગ્રેસ દ્વારા લોકશાહી ખતમ કરવાનું કાર્ય કર્યું હતું, જેમાં માનવ અધિકારોનું હનન, દેશવાસીઓ પર અત્યાચાર અને મિડિયા પર સેન્સરશીપ લાદવા જેવા વિવિધ પ્રકારના અત્યાચારો બાબતે વિસ્તૃત જાણકારી આપી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.