કાશીની માફક હવે સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે પણ દરરોજ સંધ્યા આરતીનું થશે
કાશીની માફક હવે સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે પણ દરરોજ સંધ્યા આરતીનું થશે
પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ આયોજન સોમનાથ ઉત્સવ માં હાજરી આપવા આવેલા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સોમનાથના સોમપુરા બ્રાહ્મણોને આરતી કરવાને લઈને મંજૂરી આપી છે જેથી સરકાર ના આ નિર્ણયને સોમનાથમાં રહેતા સોમપુરા બ્રાહ્મણો આવકારી રહ્યા છે
કાશીની જેમ ત્રિવેણીમાં થશે સંધ્યા આરતી કાશી કોરીડોરના જીર્ણોદ્ધાર બાદ દૈનિક ધોરણે મા ગંગા ની સંધ્યા આરતી કરવાની એક પરંપરા શરૂ થાય છે જેમાં વડાપ્રધાન મોદી ની સાથે વિશ્વના દેશોના લોકો પણ જોડાયા હતા અને સનાતન ધર્મની આ ધાર્મિક પરંપરાણે એકદમ નજીકથી જોઈ હતી બિલકુલ આ જ પ્રકારે પ્રથમ જ્યોતિર્લિંગ અને સોમનાથ મહાદેવની બિલકુલ સમીપે થઈ રહેલા હીરણ કપિલા અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ ઘાટે દરરોજ કાશીની મારફતે સંધ્યા આરતીનું આયોજન થાય તેવી સોમનાથના સોમપુરા બ્રાહ્મણોની માંગ ને ધ્યાને રાખીને રાજ્યના મુખ્ય પ્રધાને ત્રિવેણી સંગમમાં દરરોજ સંધ્યા આરતી ને તેમની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે હવેથી દરરોજ સાંજના સમયે જે રીતે કાશીમાં ગંગા ની સંધ્યા આરતી વૈદિક મંત્રોચ્ચાર અને પૂજન વિધિ સાથે થઈ રહી છે બિલકુલ તેજ પ્રકારે સોમનાથના ત્રિવેણી સંગમ ઘાટે પણ દરરોજ સંધ્યા આરતીનું આયોજન સોમપુરા બ્રાહ્મણો દ્વારા કરવામાં આવશે
સોમનાથના સોમપુરા બ્રાહ્મણો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને સોમનાથ ઉત્સવ કાર્યક્રમ દરમિયાન મળ્યા હતા સોમનાથ ઉત્સવ ના ઉદઘાટન પ્રસંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સૌપ્રથમ વખત ત્રિવેણી સંગમ ઘાટ ખાતે હિરણ કપિલા અને સરસ્વતી નદીને કાંઠે સંધ્યા આરતી કરી હતી ત્યારે સોમપુરા બ્રાહ્મણોએ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને મળીને દરરોજ ત્રિવેણી ઘાટ ખાતે સંધ્યા આરતીનું આયોજન થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી જેને મુખ્યપ્રધાને સહમતિ આપતા હવે કાશીની માફક સોમનાથ ખાતે પણ દરરોજ ત્રિવેણી સંગમ ઘાટ ખાતે વિશે સંધ્યા આરતીનું આયોજન પણ થશે જેનો લાભ સમગ્ર દેશમાંથી આવતા ભાવિકો મેળવી શકશે
આ પ્રકારના તમામ સમાચાર માટેે
