શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર રાજસ્થાન-ગુજરાતમાં ચાર દિવસનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો
શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર રાજસ્થાન-ગુજરાતમાં ચાર દિવસનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો
શ્રી હરિકૃષ્ણ મહારાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર હડદડ(બોટાદ)ખાતે ધોરણ-૪ થી ધોરણ ૧૦ સુધીના વિદ્યાર્થીઓમાં અભ્યાસક્રમ સાથે સાથે સાંસ્કૃતિક, આધ્યાત્મિક, ભૌગોલિક માહિતી મેળવે તે હેતુસર શાળા સંચાલકો દ્વારા ચાર દિવસના શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરાયું હતું.આ પ્રવાસમાં રાજસ્થાનના મુખ્ય સ્થળો જેવાકે ઉદયપુર,કુંભલગઢ,મહારાણા પ્રતાપ મહેલ એવો સિટી પેલેસ,સહેલિયાની વાડી,શ્રી નાથજી,આબુ-ગુરુ શિખર, શંકરમઠ,અચલગઢ,દેલવાડાના દેરા તથા ગુજરાતના મુખ્ય સ્થળો જેવાકે અંબાજી,મહુડી,મીની અમરનાથ,સાઈન્સ સિટી જેવા ફરવા લાયક સ્થળો સાથે વિજ્ઞાન અને જ્ઞાનનો સુભગ સમન્વય જોવા મળ્યો હતો.સમગ્ર પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓમાં ખુબજ ઉત્સાહ અને વાલીઓમાં ખુબજ સહકારની ભાવના જોવા મળી હતી.સમગ્ર પ્રવાસનું આયોજન સંચાલક વિનોદભાઈ કાલસરિયા, વિજયભાઈ ઘાઘરેટિયા દ્વારા કરવામાં આવ્યું હતું.આ પ્રવાસમાં શાળાના આચાર્ય અરવિંદભાઈ બાવળિયા અને શાળાના શિક્ષકો જવાબદારી પૂર્વક જોડાયા હતા.
પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.