જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને જૂના માર્કેટિંગ યાર્ડ, પાળીયાદ રોડ, બોટાદ ખાતે યોજાશે
(અસરફ જાંગડ દ્વારા)
વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સહાયનું વિતરણ કરાશે,વડાપ્રધાનની પ્રેરણાથી સુશાસનના સંકલ્પ સાથે અને જન કલ્યાણને સાચા અર્થમાં સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત "ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૪" તા.૨૭મી સપ્ટેમ્બર, શુક્રવારના રોજ સવારે ૯:૦૦ કલાકે સમગ્ર રાજ્યમાં યોજાનાર છે. જે અન્વયે બોટાદનો જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો જૂના માર્કેટીંગ યાર્ડ, પાળીયાદ રોડ, બોટાદ ખાતે યોજાનાર છે. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેઠીબેન પરમારના અધ્યક્ષસ્થાને યોજાનાર આ ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સહાયનું વિતરણ કરાશે. જેથી તમામ બોટાદવાસીઓને કાર્યક્રમમાં પધારવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાર્દિક આમંત્રણ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.