CPના જાહેરનામાનો ભંગ કરી મોડી રાત સુધી ડીજે વગાડનાર વરરાજા સહિત 4 વિરુદ્ધ FIR
રાજકોટ શહેર પોલીસ કમિશ્નરે થતાં ઘોંઘાટ પ્રદૂષણને અટકાવવા મોડી રાત સુધી ડીજે કે સાઉન્ડ વગાડવા પર પ્રતિબંધ મુકેલ હોય છતાં મોડીરાત સુધી ડીજે વગાડતા લોકો સામે કર્યાવહી કરવાની આપેલ સૂચનાથી પ્રદ્યુમનનગર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલ બાતમીના આધારે જામનગર રોડ પર આવેલ તોપખાના હરિજનવાસમાં લગ્ન પ્રશંગમાં મંજૂરી વગર મોડીરાત સુધી ડીજે વગાડવા બદલ વરરાજા મેહુલ ચૌહાણ અને ડીજે વગાડનાર અરવિંદ સવજી ઝાલા સામે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. જ્યારે રેલનગર વિસ્તારમાં ભગવતી હોલ પાછળ લગ્નપ્રસંગમાં મોડે સુધી ડીજે વગાડવા બદલ વરરાજાના ભાઈ અશ્વિન મનસુખ ઝીંઝુવાડિયા અને ડીજે વગાડનાર રાજ રાજુ જોષી (ઉ.વ.25) સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.