શ્રી ઘાંટવડ કન્યા પ્રાથમિક શાળામાં બેગલેસ ડે નું આયોજન કરવામાં આવ્યું ઘાંટવડ ગામ ની તમામ શાખા ની વિદ્યાર્થિની ને મુલાકાત લીધી
આજરોજ અમારી શ્રી ઘાંટવડ કન્યા પ્રાથમિક શાળામાં વર્ષ 2024-25 ના10 બેગલેસ ડે અંતર્ગત તારીખ 6-12-2024 ના રોજ શાળામાં બેગલેસ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું આ બેગલેસ ડે અંતર્ગત બાળક શૈક્ષણિક કાર્ય ઉપરાંત વ્યવસાય લક્ષી બાબતો પણ કેળવે તેમજ ગામની સુવિધાઓ અને કાર્ય પ્રણાલી થી વાકેફ થાય તે હેતુસર આજરોજ ઘાંટવડ ગામમાં આવેલ ગ્રામ પંચાયત પોસ્ટ ઓફિસ,હીરા ઉદ્યોગ, સહકારી મંડળી તેમજ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની મુલાકાત લઇ બાળકોને તેમાં થતી કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ પંચાયત ની માહિતી ગામના સરપંચ શ્રી અબ્દુલભાઈ મહેતર,ઉપ સરપંચ શ્રી નટવરસિંહ મકવાણા તેમજ તલાટી કમ મંત્રી શ્રી ગૌસ્વામી સાહેબ દ્વારા આપવામાં આવી હતી સહકારી મંડળી અંગેની માહિતી સહકારી મંડળી ના પ્રમુખ શ્રી મસરીભાઈ બાંભણિયા દ્વારા આપવામાં આવી હતી હીરા ઉદ્યોગની માહિતી યુવા પત્રકાર શબ્બિરભાઈ સેલોત દ્વારા આપવામાં આવી હતી તેમજ પોસ્ટ ઓફિસની માહિતી પોસ્ટ ઓફિસ ના કર્મચારી અભેસિંહભાઈ વાળા દ્વારા આપવામાં આવી હતી શાળા ના શિક્ષક ધર્મિષ્ઠાબેન બારડ,ખેલ સહાયક જીવિકાબેન તેમજ પ્રકાશભાઈ વાઘેલા અને મનુભાઈ વાઢેર માર્ગદર્શક રહ્યા હતાશિક્ષક કભી સાધારણ નહિ હોતા કિન્તુ એકંદરે આજ નો દિવસ સફળ રહ્યો હતો
રિપોર્ટર શબ્બીર સેલોત કોડીનાર
9824884786
9724884786
+919824884786
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.