મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નરસિંગપુર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે 76 માં ગણતંત્ર દિવસની ઉજવણી…..
આજરોજ સંતરામપુર તાલુકાના નરસિંગપુર મુખ્ય પ્રાથમિક શાળાના પટાંગણમાં શાળાના આચાર્યશ્રી લક્ષ્મણભાઈ ખરાડી ના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી વડીલો માતાઓ બહેનો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો શાળાના શિક્ષક ગણ તેમજ શાળાના બાળકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા આજના આ ધ્વજ વંદન કાર્યક્રમ માટે પ્રમુખ પદની વરણી ની દરખાસ્ત આવતા નરસીંગપુર ગ્રામ પંચાયત સરપંચશ્રી રમેશભાઈ સંગાડા ની વરણી કરવામાં આવી. ધ્વજવંદન શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની મિતલબેન સંગાડાના વરદ હસ્તે કરવામાં આવ્યો. ધ્વજ વંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. ધોરણ ત્રણ ના બાળકો દ્વારા વ્યસન મુક્તિ વિશે પ્રેરક નાટિકા રજુ કરવામાં આવી હતી . બાળકોમાં પડેલ સુસુપ્ત શક્તિને ઉજાગર કરતા 22 જેટલા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા.
શ્રેષ્ઠ આચાર્ય તરીકે એવોર્ડ મેળવનાર મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્યશ્રી એવા લક્ષ્મણભાઈ ખરાડી સાહેબનું ગામના સરપંચ શ્રી તેમજ એસએમસી અધ્યક્ષ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
શ્રેષ્ઠ સિદ્ધિ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. એસ.એમ.સી અધ્યક્ષશ્રી કોયાભાઈ ભાભોરે કાર્યક્રમને અનુરૂપ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અંતમાં શાળાના શિક્ષક શ્રી દેવજીભાઈ દ્વારા આભાર દર્શન કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે
