પત્નીને પેરાલીસીસ થઈ જતા પતિ વડોદરાનું મકાન છોડી પિતા સાથે આણંદ રહેવા જતો રહ્યો .
સંતાનમાં દીકરીનો જન્મ થતાં સાસરીયાઓ તરફથી શારીરિક અને માનસિક ત્રાસ મળ્યા બાદ ઓપરેશનમાં પરણીતાને હાથ પગે પેરાલીસીસ થઈ જતા પતિ વડોદરાનું મકાન છોડી પિતાના ઘરે આણંદ રહેવા પહોંચી સબંધ તોડી નાખવા મામલે પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે . અત્રે ઉલ્લેખનીય છે કે , પરણીતાએ આ બાબતની જાણ સાસુ સસરા ને કરતા તેમના દીકરાના બીજા લગ્નની તૈયારી દર્શાવી છે . શહેરના ન્યુ વીઆઇપી રોડ ખાતે રહેતી 42 વર્ષીય મહિલા આશાબેન અલ્પેશભાઈ પંડ્યાના લગ્ન સમાજના રીતે રિવાજ મુજબ વાસદ ખાતે રહેતા અને પટાવાળાનું કામ કરતા ઠાકોર લાલ બાબુલાલ પંડ્યા સાથે થયા હતા . લગ્નજીવન થકી સંતાનમાં એક દીકરી છે . તેમણે ફરિયાદ નોંધાવી હતી કે , દીકરીનો જન્મ થતાં સાસરિયાઓ અવારનવાર મહેણા ટોણા મારતા હતા . સાસુ સસરા પણ દીકરાનું ઉપરાણું લઈને મને ધમકી આપતા હતા . વર્ષ 2018 દરમિયાન મારા માથાનું ઓપરેશન કરાવતા હાથ પગમાં પેરાલીસીસ થઈ ગયો હતો . હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ પતિ અને સાસુ સસરા મારી ખબર કાઢવા માટે મારા ઘરે આવ્યા હતા . અને 15 દિવસ બાદ મારું તથા મારી દીકરીનું કોઈએ ધ્યાન આપ્યું ન હતું . અને સંપર્ક તોડી પીયરીયાઓના સમજાવવા છતાં સાસુ તથા સસરાએ ધમકી આપી હતી કે , તું તારા પિયરમાં રહેજે અમે અમારા દીકરાના બીજા લગ્ન કરાવીશું . ઉપરોક્ત ફરિયાદના આધારે વારસિયા પોલીસે પતિ તથા સાસુ સસરા વિરુદ્ધ સ્ત્રી અત્યાચાર , મારામારી , ધાકધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.