શહેરના ૧૩ હજાર વ્યવસાય ધારકોએ યોજનાનો લાભ લીધો : ૬ કરોડનું વ્યાજ માફ
મનપાના આવકનાસ્ત્રોત એવા વ્યવસાયવેરા પેટે ૧ એપ્રિલથી ૨૮ ડિસેમ્બર સુધીમાં ૪૨૯૧૭ વ્યવસાયીક કરદાતાઓ દ્વારા કુલ ૨૫ કરોડથી વધુની રકમ તિજોરીમાં ઠાલવવામાં આવી છે. મનપા દ્વારા ૧ નવેમ્બરથી વ્યાજ માફી યોજના શરૂ કરવામાં આવેલ, જે આગામી ૩૧ ડિસેમ્બરના રોજ પૂર્ણ થાય છે.
શહેરના વ્યવસાયકારો માટે મનપા દ્વારા વ્યવસાયવેરામાં વ્યાજ માફી યોજનામાં હવે માત્ર બે દિવસ જ બાકી છે. આ યોજના ઓકટોબર માસમાં જાહેર કરવામાં આવી હતી. જેનો અત્યાર સુધીમાં ૧૩૦૮૪ વેપારીઓએ લાભ લીધો છે. જે અન્વયે મનપાને ૧૦ કરોડની ૨૮ ડીસેમ્બર સુધીમાં આ યોજનાથી આવક થઇ છે. તો ૬ કરોડની વ્યાજ માફી આપવામાં આવી છે.
વ્યાજ માફીની તા. ૧ નવેમ્બરથી શરૂઆત થતાં મનપાના ૭૨૬૪ ઇસી (વ્યવસાયકર્તા) કરદાતાઓએ ૭ કરોડની રકમ મનપામાં જમા કરાવેલ. યોજના પેટે મનપા દ્વારા ઇસી કરદાતાઓને ૫.૬૭ કરોડની વ્યાજ માફી આપવામાં આવી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.