ઇમિટેશનનો ધંધાર્થી અપહરણના 20 દિવસે પણ લાપતા, કોર્ટે આરોપીના જામીન ફગાવ્યા
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પરથી વ્યાજખોરો અપહરણ કરી ગયા હતા
રાજકોટના 150 ફૂટ રિંગરોડ ઉપર પાર્થ ડાયગ્નોસિસ સેન્ટર પાસેથી ગત તા.10મીએ ઇમિટેશનના ધંધાર્થીનું અપહરણ થયા બાદ પોલીસે તેમના પત્નીની ફરિયાદ પરથી તા.19મીએ પિતા-પુત્ર સામે ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ ઘટનાના 20 દિવસ બાદ પણ હજુ સુધી અપહ્યુત યુવાન લાપતા છે ત્યારે આરોપીએ જામીન ઉપર છૂટવા કરેલી અરજી અદાલતે ફગાવી દીધી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.