સ્વસ્તિક પોલીસ સ્ટોરનાં સંદિપભાઇ શ્રીમાંકરનો તા.૧ માર્ચ ના રોજ ૪૮ મો જન્મદીને એનીમલ હેલ્પલાઈનનાં સહકારથી ચકલીનાં માળા—પાણી પીવાનાં કુંડાનું વિતરણ
સ્વસ્તિક પોલીસ સ્ટોરનાં સંદિપભાઇ શ્રીમાંકરનો તા.૧ માર્ચ ના રોજ ૪૮ મો જન્મદીને
એનીમલ હેલ્પલાઈનનાં સહકારથી ચકલીનાં માળા—પાણી પીવાનાં કુંડાનું વિતરણ
રાજકોટ તા. ૧ માર્ચ, બુધવારનાં રોજ રેસકોર્ષ ચબુતરા ખાતે નિઃશુલ્ક વિતરણ કરાશે.
સૌરાષ્ટ્રના જાણીતા વેપારી અગ્રણી, ગૌસેવક સ્વ. મહેન્દ્રભાઇ શ્રીમાંકરનાં સુપુત્ર અને રાજકોટની જાણીતી વેપારી પેઢી સ્વસ્તિક પોલીસ સ્ટોરનાં સંચાલક સંદીપભાઈ મહેન્દ્રભાઈ શ્રીમાંકરનો તા.૧ લી માર્ચનાં રોજ જન્મદિવસ છે. શ્રીજી બાવાના આશીર્વાદથી અને સૌનાં સાથ, સહકાર, પ્રેરણા, હુંફ અને માર્ગદર્શનથી વ્યવસાયીક ક્ષેત્રે અત્યંત સફળ સંદીપભાઈ શ્રીમાંકર સેવાકીય ક્ષેત્રે પણ અગ્રેસર છે. ગૌ.વા. મહેન્દ્રભાઈ શ્રીમાંકર દ્વારા સ્થાપિત, સંવંધિત તેમજ આર્શીવાદીત ગૌસેવા-જીવદયા-માનવતાના વારસાને સતત આગળ ધપાવતા તેમજ ''ચેરીટી બીગીન્સ ફ્રોમ હોમ'' નાં ન્યાયે સંદીપભાઈ શ્રીમાંકર પરીવારે દર વર્ષની માફક આ વર્ષે જન્મદિવસની સેવામય ઉજવણી કરવાનું નકકી કર્યું છે. માતૃશ્રી ગં.સ્વ. મધુરીબેન મહેન્દ્રભાઇ શ્રીમાંકરનાં આર્શીવાદથી અને એનીમલ હેલ્પલાઈનનાં સહકારથી, તા. ૦૧/૦૩/૨૦૨૨ બુધવાર, સવારે ૭ થી સવારે ૮ દરમિયાન રેસકોર્ષ ચબુતરો, બહુમાળી ભવન સામે, રાજકોટ ખાતે નિઃશુલ્ક વિતરણ કરાશે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માતુશ્રી ગં.સ્વ. માધુરીબેન મહેન્દ્રભાઈ શ્રીમાંકરના આશીર્વાદ સાથે સંદીપ શ્રીમાંકર, સપના શ્રીમાંકર, હાર્દિક શ્રીમાંકર, અદિતી શ્રીમાંકર, શાંતીલાલ ધાબલીયા, કીર્તિ ધાબલીયા, મયુર ધાબલીયા, નીપા ધાબલીયા, ટર્વિકલ ધાબલીયા, ધર્મેશ પારેખ, જગદીશ પારેખ, આશીષ શ્રીમાંકર, કેયુર શ્રીમાંકર, યશ શ્રીમાંકર, જય શ્રીમાંકર, પારસ મોદી, મયુર શાહ, પ્રશાંત શેઠ, તેજસ શેઠ વિગેરે જહેમત ઉઠાવી રહયાં છે. સમગ્ર આયોજન અંગે મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણીનો સહયોગ મળી રહયો છે.
વિશેષ માહિતી માટે સંદીપ શ્રીમાંકર મો. ( ૯૦૯૯૦ ૧૪૦૧૨) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.