ચોટીલા ચામુંડા માતાજીના ડુંગરને શરદ પુનમ નિમિત્તે રોશનીથી શણગારવામાં આવ્યુ હતું. - At This Time

ચોટીલા ચામુંડા માતાજીના ડુંગરને શરદ પુનમ નિમિત્તે રોશનીથી શણગારવામાં આવ્યુ હતું.


બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ચોટીલા ચામુંડા માતાજીના ડુંગરથી નજીક દેખાયો ચંદ્ર

ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર તેમજ નવગ્રહ મંદિરની સાથે શરદ પૂર્ણિમાનો ચંદ્રના અદભૂત નજારો જોવા મળ્યો જે અદભૂત નજારો જોઈને શ્રધ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી ચામુંડા માતાજીનો ડુંગર અને મંદિર અતિ પ્રાચીન છે દેવી ભાગવત અનુસાર ચંડ અને મુંડ નામના રાક્ષસોનો દેવી પાર્વતીએ વધ કર્યો માટે ચંડ મુંડ વિનાશિની ચામુંડા કહેવાયા શ્રી ચામુંડા માતાજી ગોહીલ વાડના ગોહીલ દરબારો, જૂનાગઢ તરફના સોલંકી, ડોડીયા અને પરમાર વગેરે કુળના રાજપૂતોના, ચોટીલા વિસ્તારના ખાચર, ખુમાણ વગેરે કાઠી દરબારો, પરજીયા સોની, દરજી, પંચાલ, ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ, કચ્છના રબારી તથા આહીર સમાજ, દીવ સોમનાથ વેરાવળ તરફના ખારવા સમાજ, મોરબી તરફના સતવારા સમાજ તથા અન્ય ઘણા બધા સમાજના કુળદેવી તરીકે પૂજાય છે શ્રી ચામુંડા માતાજીના ડુંગર ચડવા માટે હાલ 635 પગથિયાં છે, જેમાં ચડવા ઉતરવા માટેની અલગ અલગ વ્યવસ્થા છે દર 100 પગથિયાં ચડતા પીવાના પાણીની વ્યવસ્થા છે વધુમાં પગથિયાં ઉપર છેક સુધી શેડ હોવાથી ઉનાળામાં તેમજ વરસાદ દરમિયાન પણ યાત્રિકોને કોઈ તકલીફશપડતી નથી કારતક માસમાં નવા વર્ષનાશપ્રારંભથી લાભ પાંચમ સુધી ખુબ મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે તેમજ દર માસની પૂનમે તેમજ શ્રાવણ માસમાં સાતમ આઠમ તથા દર રવિવારે અને નવલી નવરાત્રીમાં શ્રદ્ધાળુઓનું અભૂતપૂર્વ ઘોડાપુર ઉમટે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.