ઉદય સેવા સંસ્થાન ભિલોડા દ્રારા સુનસર પ્રાથમિક શાળામાં ગુણવત્તાયુકત ગરમ સ્વેટર વિતરણ નો કાયૅકમ યોજાયો.
તા.૧૩/૧/૨૦૨૩ ને શુક્રવારે ઉદય સેવા સંસ્થાન ભિલોડા દ્રારા સુનસર તા.ભિલોડા મુકામે પ્રાથમિક શાળાના પટાંગણમાં સુનસર,સુનસર છાપરા, આંગણવાડી,મુનાઇ ઘાટી ના ધોરણ ૧ થી ૮ સુધીના કુલ ૨૭૦ બાળકોને શિયાળાની કડકડતી ઠંડીમાં રાહત મળે તે હેતુથી સંસ્થા દ્વારા ગુણવત્તાયુકત ગરમ સ્વેટર વિતરણ નો કાયૅકમ મામલતદાર શ્રી ઝેડ.વી.પટેલ સાહેબ ની ઉપસ્થિતિ માં યોજાયો. કહેવાય છે ને બાળક ભગવાનનું રૂપ છે તો તે ભગવાન રાજી થાય તે માટે સંસ્થાએ કુમળા,ગરીબ બાળકોની ચિંતા કરી દાતાઓના દાનથી આ સેવાકાર્ય કરેલ છે.મામલતદારશ્રીએ તેમનુ વ્યસ્ત શિડયુઅલ હોવા છતાં ઉપસ્થિત રહી સંસ્થાને તથા બાળકોને હૂંફ આપેલ છે.આ કાયૅકમની સમાંતરે સુનસર ના અગ્રણી કાનજીભાઈ પરમારે તથા ગ્રામજનોએ સામૂહિક ખચૅ ઉપાડી તમામ બાળકોને, મહેમાનોને, શિક્ષકગણ ને ભોજન પુરુ પાડેલ છે.આ કાયૅકમમા ગુલાબચંદ પટેલ,પુવૅ ચેરમેન શ્રી રઘજીભાઈ,પુવૅ બેન્ક મેનેજર શ્રી મોહનભાઈ પટેલ, રમેશભાઈ જોષી, જશુભાઇ પટેલ,સુનસર સરપંચ બબીતાબેન ખરાડી,મુનાઇ સરપંચ સૂયૉબેન પાડોર, સામાજિક આગેવાન અને વણઝર સરપંચ શ્રી સંકેતભાઈ પટેલ,ઉદય સેવા સંસ્થાન ના જીતેન્દ્ર ભાટિયા, રાજુભાઈ સોની, હસમુખભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, સુરેશભાઈ પ્રજાપતિ, બિપીનભાઈ પ્રજાપતિ, રાજુભાઈ પટેલ અને આપણા દરેક પ્રસંગે ઉપસ્થિત રહેતા કિરીટભાઈ પંચાલ વિગેરે નાઓએ આ સ્વેટર વિતરણ પ્રસંગને સફળ બનાવવા યોગદાન આપ્યું છે.આ તબક્કે તમામ દાતાઓનો,ઉદયના તમામ ટ્રસ્ટી શ્રી ઓને ખૂબ ખૂબ અભિનંદન.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.