વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સુચારૂ આયોજન અન્વયે બોટાદ જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોયની અધ્યક્ષતામાં બેઠક સંપન્ન - At This Time

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સુચારૂ આયોજન અન્વયે બોટાદ જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોયની અધ્યક્ષતામાં બેઠક સંપન્ન


વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સુચારૂ આયોજન અન્વયે બોટાદ જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોયની અધ્યક્ષતામાં બેઠક સંપન્ન

સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે જાગૃતિ ફેલાવવા રાજ્યના તમામ જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે

ભારત સરકાર દ્વારા જન-જન સુધી પ્રજાકલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભ પહોંચાડવા તેમજ સરકારની વિવિધ યોજનાઓની જાગૃતિ ફેલાવવા રાજ્યના તમામ જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત બોટાદ જિલ્લામાં આ યાત્રાનું સુચારૂ અમલીકરણ થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોયની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં કલેક્ટર એ રથનાં આગમન સમયે આરોગ્ય કેમ્પના આયોજન બાબતે, પોલીસ બંદોબસ્ત વિશે તેમજ ગ્રામજનોને ઘરઆંગણે જ યોજનાઓની માહિતી તથા લાભ મળી રહે તે રીતે આયોજન કરવા સૂચના આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના,દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના,સહિતની યોજનાઓને આવરી લેવામાં આવી છે,આ સમીક્ષા બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક કિશોર બલોલિયા,નિવાસી અધિક કલેક્ટર મુકેશ પરમાર,બરવાળા પ્રાંત અધિકારી પ્રજાપતિ તથા અમલીકરણ સમિતિના સભ્યો સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.