જસદણ વાજસુરપરા કુમાર શાળાના આચાર્યનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણ વાજસુરપરા કુમાર તાલુકા શાળાના આચાર્ય અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી મનીષગિરિ દયાગિરિ ગોસાઈ (મો.8264444291) વય મર્યાદાને કારણે નિવૃત થતાં તેમનું નિવૃતિ વિદાય સમારોહમાં અભૂતપૂર્વ અને ઐતિહાસિક સન્માન કરવામાં આવ્યું હતું સરકારી શિક્ષક તરીકે નોકરી કરી દરમિયાન મનીષગિરિએ પોતાનાં હજજારો વિદ્યાર્થીઓને શિસ્તના પાઠ શિખવાડી તેજસ્વી બનાવનારા આ શિક્ષકને સમારોહમાં ઉપસ્થિત શિક્ષકો, વાલીઓ, સાધુ સંતો, જ્ઞાતિજનો, પરિવારજનો અને મહાનુભવોએ નિવૃતિની ખાસ શુભેચ્છા પાઠવી હતી મનીષભાઈએ પોતાની સેવા કાળમાં ખાસ કરીને જે ઓવર ટાઈમ જેવાં સમયનું વિદ્યાર્થીઓમાં દાન કર્યુ હતું તે સેવાને પણ લોકોએ ખાસ બિરદાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.