બોટાદમાં ગોતેશ્ર્વર મહાદેવના મંદિરમાં સાપ ગળતીમા બિરાજમાન થતાં ભક્તો દર્શન માટે ઉમટ્યા
બોટાદમાં ગોતેશ્ર્વર મહાદેવના મંદિરમાં સાપ ગળતીમા બિરાજમાન થતાં ભક્તો દર્શન માટે ઉમટ્યા
બોટાદ શહેરના હરણકુઈ વિસ્તારમાં આવેલ સેંકડો વર્ષ જુનુ શ્રી નવહથ્થુ હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે . જેમાં હનુમાનજી મહારાજ સાથે ગોમતેશ્વર મહાદેવ પણ બિરાજમાન છે . આજરોજ ઢળતી બપોરે સાપ તરીકે ભગવાન શ્રી મહાદેવે ભક્તોને દર્શનઆપતા લોકો ની ભીડ જોવા મળી હતી સાપ મહાદેવ મંદિરમાં પ્રવેશી શિવલિંગ ઉપર લગાવેલી ગળતીમા જઈ બેઠો હતો . આ દષ્ય પૂજારી તથા દર્શને આવેલ શ્રદ્ધાળુઓએ નિહાળતાં ભક્તો ના હદય મા એક આસ્થા જોવા મળી આ વાત વાયુ વેગે લોકો મા પ્રસરી જતાં લોકો તેમજ શ્રદ્ધાળુઓના ટોળેટોળાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.ભગવાન શિવનાં કંઠનુ આભૂષણ એટલે સર્પ અને આ નાગ આપમેળે શિવલિંગ કે શિવ સબંધિત બાબતો સાથે જોડાય ત્યારે ભક્તોમા સ્વંય ચમત્કાર થયો તેવુ માનવામાં આવતુ હોય છે લોકો આ ઘટનાને નિહાળવા પડાપડી કરતાં હોય છે . ત્યારે કંઈક આવી જ ઘટના અહીં ઘટવા પામી હતી . કાળોતરાસાપે ગળતી પરફેણ માંડી આગંતુક ભક્તોને દર્શન આપ્યાં હતાં . આ ઘટનાને નઝરે નિહાળી લોકો પણ પોતાની જાતને ધન્યતા અનુભવી હતી આ મંદિરના પૂજારીએ નાગ દેવતાની આરતી ઉતારી ધૂપ - દિપ અર્પણ કરી દૂધનું પાત્ર ધર્યું હતું એ સાથે યુવાનોએ સમગ્ર ઘટનાને મોબાઈલમાં રેકોર્ડ કરી સોશ્યિલમીડિયામાં વાઈરલ કરી હતી.આમતો આ મંદિર સેંકડો વર્ષ જુનુ છે બોટાદ મા તેની માન્યતા પણ ખુબ જ મોટી છે પરંતુ આવી ધટના વર્ષમા કોઈ વાર જોવા મળતી હોય છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.