'ભારતમાલા'માં 690 હેક્ટર જમીન સંપાદિત કરાઇ - At This Time

‘ભારતમાલા’માં 690 હેક્ટર જમીન સંપાદિત કરાઇ


કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી દિલ્હી-મુંબઇ સ્પેશીયલ
ગ્રીન-એક્સપ્રેસ હાઇવે પ્રોજેક્ટપ્રથમ ફેઝ માટે ગાંધીનગર-દહેગામ માટે જાહેરનામું પ્રસિદ્ધ કરી ખેતીલાયક જમીન રોડ માટે સંપાદિત કરી દેવાઇ ઃ જિલ્લાના ખેડૂતોમાં ઉકળતો ચરૃગાંધીનગર :  દિલ્હીથી મુંબઇ સ્પેશ્યલ ગ્રીન એક્સપ્રેસ હાઇવે માટે
ગાંધીનગર અને દહેગામ તાલુકામાંથી  જમીન
સંપાદન કરવા માટે તાજેતરમાં જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેને કારણે
ખેડૂતોમાં ભારે નારાજગી સાથે રોષ છે.સંપાદનની સામે મળતું વળતર પણ નિમ્ન આપવામાં
આવતું હોવાને કારણે ખેડૂતોએ બેઠકનો દૌર શરૃ કર્યું છે. ગાંધીનગર અને દહેગામ
તાલુકાની કુલ ૬૯૦.૬૭ હેક્ટર જમીન સંપાદન માટે સર્વે નંબર સહિતનું જાહેરનામું બહાર
પાડવામાં આવ્યું છે. આવી જ રીતે કલોલ અને માણસાની ખેતીલાયક જમીનો પણ રોડ માટે
સંપાદન માટે બીજા ફેઝમાં જમીન સંપાદન કરવામાં આવશે. એક બાજુ ભારત
સરકારે ગ્રીન હાઇવેનું નામ આપીને ભારતમાલા પ્રોજેક્ટ હાથ પર લીધો છે. જે અંતર્ગત
થરાદથી અમદાવાદ સુધીનો એકસપ્રેસ હાઇવે બનાવવામાં આવશે જે માટે હાઇવે ઓથોરિટી અને
સરકાર દ્વારા બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને
અમદાવાદ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના ગામોની જમીન સંપાદન કરવા માટે જાહેરનામું
પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે સર્વે નંબર સહિત જાહેનામું પ્રસિધ્ધ કરીને ભારત સરકારે
ગ્રીન એક્સપ્રેસ હાઇવે બનાવવાનું મન મક્કમ બનાવી દીધું છે તો બીજીબાજુ ખેડૂતોમાં
ભારે રોષની લાગણી ફેલાઇ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકાના
કુલ ૪૬ જેટલા ગામોમાંથી જમીન સંપાદન કરવામાં આવનાર છે.તાજેતરમાં આ અંગે પ્રસિધ્ધ કરવામાં આવેલા જાહેરનામા પ્રમાણે, પ્રથમ ફેઝમાં
ગાંધીનગર અને દહેગામ તાલુકાની જમીન સંપાદન કરવામાં આવી છે. જાહેરનામા પ્રમાણે, ગાંધીનગર
તાલુકાના ૧૨ જેટલા ગામોમાંથી ખેતીની જમીનો સંપાદન કરી દેવામાં આવી છે. જ્યારે
દહેગામ શહેરી વિસ્તાર ઉપરાંત હાલિસા,
જાલુન્દ્રા મોટા, કડાદરા, કારોલી તથા
રામનગરમાંથી પણ ભારતમાલા રોડ માટે જમીન સંપાદન માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં
આવ્યું છે. ગાંધીનગર અને દહેગામ તાલુકાની કુલ ૬૯૦.૬૭ હેક્ટર જેટલી જમીન સંપાદીત
કરવામાં આવી છે આગામી દિવસોમાં બીજા ફેઝનું એટલે કે, કલોલ અને માણસા તાલુકાનું સર્વે નંબર સહિતનું જાહેરનામું પણ
પ્રસિધ્ધ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે,
સામાન્યરીતે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યા બાદ ૨૧ દિવસ સુધી વાંધા અરજી
લેવામાં આવતી હોય છે ત્યારે ગાંધીનગર પ્રાંત અધિકારી હસ્તકની આ જમીન સંપાદનની
કચેરીમાં પણ ખેડૂતો આગામી દિવસોમાં વાંધા અરજીઓનો થડકલો કરે તો નવાઇ નહીં.ગાંધીનગરના ૧૧ અને દહેગામના છ ગામોના સર્વે નંબર લેવાયાભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત સર્વે નંબર સહિતનું જાહેરનામું
પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આ જાહેરનામાં
પ્રામાણે, જિલ્લાના
ચારેય તાલુકામાંથી ખેતીલાયક જમીનો રોડ માટે સંપાદીત કરવામાં આવનાર છે. જેના
ભાગરૃપે ગાંધીનગર તાલુકાના ચોખલારાણી,
છાલા, દાલારાણા
વાસણા, ગલુદણ, ગિયોડ, ઇશનપુરમોટા, મગોડી, મહુંદ્રા,પિંપળજ, ઉનાવા તથા વડોદરા
ગામની જમીન સંપાદન માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જ્યારે દહેગામ શહેરી
વિસ્તાર ઉપરાંત હાલિસા, જાલુન્દ્રા
મોટા, કડાદરા, કારોલી તથા
રામનગર ગામની જમીનો પણ સંપાદીત કરવામાં આવનાર છે. ગાંધીનગર અને દહેગામ તાલુકાની
કુલ ૬૯૦.૬૭ હેક્ટર જમીન સંપાદીત કરવામાં આવી છે. છાલા અને પિંપળજના સૌથી વધુ ૨૦૦ સર્વે નંબર સંપાદીત કરાયા

ગાંધીનગર તાલુકાના ૧૨ જેટલા ગામોની જમીન સંપાદીત કરવા માટે
જાહેરનામું ભારત સરકાર દ્વારા પ્રસિધ્દ કરવામાં આવ્યું છે. ત્યારે સર્વે નંબર
સહિતની ખેતીલાકય અને બિનખેતીની જમીન સંપાદીત કરવામાં આવનાર છે. જે માટે ગાંધીનગર
તાલુકામાં સૌથી વધુ છાલા તથા પિંપળજમાંથી જમીન સંપાદીત કરવામાં આવનાર છે. જે માટે
આ બન્ને ગામના ૨૦૦-૨૦૦ સર્વે નંબરનો ઉલ્લેખ જાહેરનામાંમાં કરવામાં આવ્યો છે. જેના
આધારે છાલામાંથી વધુ જમીન સંપાદીત થતી હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ લાગી રહ્યું છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.