રીક્ષામાંથી દારૂની 168 બોટલ ઝડપાઇ - At This Time

રીક્ષામાંથી દારૂની 168 બોટલ ઝડપાઇ


નવાગામમાં આવેલ છપ્પનીયા આવાસ ક્વાર્ટર પાસેના ખુલ્લા પટ્ટમાંથી રીક્ષામાં રહેલ દારુની 168 બોટલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી પકડી પાડ્યો હતો. દરોડા વખતે બુટલેગર ઇમરાન મોગલ નાસી છૂટતા તેની શોધખોળ આદરી હતી.
દરોડાની વિગત મુજબ ક્રાઇમ બ્રાંચના પીઆઇ બી.ટી. ગોહેલની રાહબરીમાં પીએસઆઇ એ.એસ. ગરચર ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. અનિલ સોનારા, કોન્સ. મહેશ ચાવડા, હરપાલસિંહ જાડેજાને મળેલ ચોક્કસ બાતમીના આધારે નવાગામમાં આવેલ છપ્પનીયા આવાસ ક્વાર્ટર સામેની શેરીમાં મંદિરવાળા પટ્ટમાં પડેલ એક માલવાહક રીક્ષામાંથી દારુની 168 બોટલ રુા. 84 હજારનો મુદામાલ પકડી શરાબ અને રીક્ષા મળી કુલ રુા. 1.14 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. જ્યારે દરોડાની ગંધ આવી જતાં બુટલેગર ઇમરાન અનવર મોગલ નાસી છૂટતા ક્રાઇમ બ્રાંચે તેની શોધખોળ આદરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.