બિલેશ્વરની બિલગંગા નદી બે કાંઠે થઈ વહેતી
પોરબંદરને પાણી પુરૂ પાડતા બિલેશ્વર નજીકના બરડા ડુંગર મધ્ય આવેલા ફોદાળા ડેમ વિસ્તારમાં સારો એવો વરસાદ વરસ્યો છે. બિલેશ્વર ગામ અને તેની આજુબાજુના વિસ્તારમાં બે ઇંચ થી વધુ વરસાદ વરસી ગયો હોવાથી બિલગંગા નદી અને ગંગાઘાટમાં પાણીની જળરાશિ ચિક્કાર માત્રામાં આવી ગઈ છે અને ચારે બાજુ પાણી-પાણી થઈ ગયા છે. બિલનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં પણ એકધારા વરસી રહેલા વરસાદના દ્રશ્યો અલૌકિક નજરે ચડ્યા હતા.પોરબંદરના બરડા ડુંગર અને તેની ફરતે સારો એવો વરસાદ મંગળવારે બપોર બાદ રાત્રી સુધી વરસ્યો છે તેના કારણે ધરતીપુત્રોના હૈયે હરખ છવાયો છે.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.