જબૂક વીજળી જબૂક થી નારાજ શાખપુર પાંચતલાવડા નાના રાજકોટ કણકોટ સહિત ના ખેડૂતો એ સામુહિક રીતે દામનગર PGVCL કચેરી ખાતે ઉગ્ર રજુઆત
જબૂક વીજળી જબૂક થી નારાજ શાખપુર પાંચતલાવડા નાના રાજકોટ કણકોટ સહિત ના ખેડૂતો એ સામુહિક રીતે દામનગર PGVCL કચેરી ખાતે ઉગ્ર રજુઆત
દામનગર PGVCL ડિવિઝન ખાતે જબૂક વીજળી જબૂક થી નારાજ શાખપુર પાંચતલાવડા નાના રાજકોટ કણકોટ સહિત ના ખેડૂતો એ સામુહિક આવેદન પત્ર પાઠવી ઉગ્ર માંગ કરી ગ્રામ્ય વિસ્તારો માં સ્થાનિક સરપંચ ના નેતૃત્વ માં અસંખ્ય ખેડૂતો એ વિવિધ ફીડરો માં લોવોલ્ટ થી સર્જાતી સમસ્યા ઓ તાકીદે ઉકેલ કરો ની બુલંદ માંગ કરી દામનગર નીચે આવતા શાખપુર પાંચતલાવડા કણકોટ નાના રાજકોટ ના ગ્રામ્ય વિસ્તાર માં સતત જબૂક વીજળી જબૂક સામે નારાજગી ઉર્જા મંત્રી સુધી રજુઆતો કરાય ખેડૂતો ને વીજ પ્રશ્ને ફૂટબોલ માફક ઉલ્લાળી રહ્યા છે જવાબદારી ની ફેંકાફેંકી કરાય રહી છે
લોવોલ્ટ ના પ્રશ્ને અસંખ્ય ગ્રામ્ય ના ખેડૂતો ના મોઢે આવેલ કોળિયો ઝૂંટવી લેતી વ્યવસ્થા દસ કલાક વીજળી ની ભ્રામક વાતો પછી બે કલાક પણ એક સરખી વીજળી નહિ મળતી હોવા ની રાવ
અસંખ્ય ગ્રામ્ય ના ખેડૂતો માં ભારે રોષ હોય તેમ છતાં મેડિકલ રજા ભોગવતા ઈજનેર ગોસ્વામી એ હાજર રહી ખેડૂતો ને પડતી સમસ્યા સાંભળી અને યોગ્ય નિકાલ ની ખાત્રી આપી હતી
દામનગર PGVCL સબ ડિવિઝન કચેરી ના ડેપ્યુટી ઈજનેર ગોસ્વામી સમક્ષ શાખપુર પાંચતલાવડા નાના રાજકોટ કણકોટ સહિત ના ગ્રામ્ય વિસ્તારો ના સરપંચ સ્થાનિક અગ્રણી ઓ ખેડૂતો એ લોવોલ્ટ પ્રશ્ને આવેદન પત્ર પાઠવી ઉગ્ર માંગ કરી ડેપ્યુટી એ તુરંત સર્વે કરી યોગ્ય નિકાલ કરવા ની ખાત્રી આપી હતી ભારે રોષભેર ખેડૂતો એ મોટી સંખ્યા માં દામનગર PGVCL કચેરી ખાતે આવી ઉગ્ર રજુઆત કરી હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.