અમદાવાદમાં છેલ્લા ૨૦ મહિનામાં માર્ગ અકસ્માતમાં ૬૭૭ લોકોએ જીવ ગુમાવ્યા - At This Time

અમદાવાદમાં છેલ્લા ૨૦ મહિનામાં માર્ગ અકસ્માતમાં ૬૭૭ લોકોએ જીવ ગુમાવ્યા


અમદાવાદઅમદાવાદ શહેરમાં બેદરકારી પૂર્વક તેમજ ઓવર સ્પીડમાં ચલાવવામાં
આવતા વાહનોને કારણ થતા અકસ્માતોમાં ફેટલ અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. જેમાં
છેલ્લાં ૨૦ મહિનામાં માર્ગ અકસ્માતમાં ૬૭૭ લોકોના મરણ થયાનો ચોંકાવનારો આંક સામે આવ્યો
છે. આ સાથે ગંભીર ઇજા પામેલા વ્યક્તિઓની સંખ્યા પણ વધારે છે. વર્ષ ૨૦૨૧ની વાત કરીએ
તો ૪૦૩ લોકોના અને વર્ષ ૨૦૨૨માં અત્યાર સુધીમાં ૨૭૪ લોકોના મરણ થયા છે. જેમાં અમદાવાદ
શહેરના આઇ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સૌથી વધારે ફેટલ અકસ્માતના ગુના નોંધાયા છે.ઓક્ટોબર ૨૦૨૧ અને  મે-૨૦૨૨માં
સૌથી વધુ ૪૭ લોકો માર્ગ અકસ્માતમાં મોત થયાઃ આઇ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સૌથી ફેટલ  અકસ્માત નોંધાયા અમદાવાદ શહેરમાં પ્રતિદિન નાના મોટા અકસ્માતો પોલીસ ચોપડે નોંધાતા
હોય છે. પરંતુ, ફેટલ એક્સીડેન્ટ
એટલે કે જે અકસ્માતમા મરણ થતા હોય તેવી ઘટના પણ વધી રહી છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ
વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ વર્ષ ૨૦૨૧માં કુલ ૪૦૩ લોકોના ફેટલ અકસ્માતમાં
મરણ થયા હતા અને વર્ષ ૨૦૨૨માં અત્યાર સુધી ૨૭૪ લોકોના મરણ થયા હતા. છેલ્લાં ૨૦ મહિનાની
વાત કરીએ તો કુલ ૬૬૨ ફેટલ એક્સીડેન્ટ થયા હતા. જેમાં કુલ ૬૭૭ લોકોના મરણ થયા છે. જેમાં
૧૦૨ મહિલાઓએ અક્સમાતમાં મરણ થયા હતા.શહેરમાં ટ્રાફિકની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કુલ ૧૪ ટ્રાફિક
પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યા હતા. જેમાં વર્ષ ૨૦૨૨માં ૮૪૫ જેટલા અકસ્માતના કેસ નોંધાયા
હતા. જેમાં ૨૬૫ ફેટલ અકસ્માતના કેસ હતા. સૌથી વધારે નોંધાયેલા અકસ્માતની વાત કરીએ આઇ
ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં નોધાયા હતા. જેમાં ૧૭૦ કેસ પૈકી ૬૩ ફેટલ અકસ્માત હતા.  આઇ ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અમરાઇવાડી, ખોખરા,નિકોલ, ઓઢવ અને રામોલ વિસ્તારનો
સમાવેશ થાય છે. જ્યારે સૌથી ઓછા ફેટલ એક્સીડેન્ટના કેસ એન ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં
નોંધાયા છે. જેમાં આનંદનગર,
પાલડી અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનનની હદમાં આવતા વિસ્તારનો સમાવેશ થાય છે. 

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.