રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસ: સરકાર પક્ષ કયા કયા સાક્ષીને તપાસવાના છે તે જાહેર કરી લેખિતમાં કેસ ઓપન કરવાની આરોપી ધવલ ઠક્કરની માંગ - At This Time

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસ: સરકાર પક્ષ કયા કયા સાક્ષીને તપાસવાના છે તે જાહેર કરી લેખિતમાં કેસ ઓપન કરવાની આરોપી ધવલ ઠક્કરની માંગ


રાજકોટ સહીત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં કાનૂની જંગ શરૂ થયો છે. ગેમઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠકકરે રાજકોટ સેશન્સ કોર્ટમાં એક અરજી કરી છે જેમાં તેને માંગ કરી છે કે, સરકાર પક્ષ કયા કયા સાક્ષીને તપાસવાના છે તે જાહેર કરી લેખિતમાં કેસ ઓપન કરે. જયારે ગેમઝોનના મેનેજર નીતિન લોઢાએ પણ ડિસ્ચાર્જ અરજી કરી અને માંગ કરી છે કે કયા કયા પુરાવા સરકાર પક્ષ રજૂ કરશે તે જાહેર કરે. આ કેસમાં અત્યાર સુધીમાં 15 પૈકી 6 આરોપીએ બિનતોહમત છોડી મુકવા કોર્ટમાં અરજી કરી છે. માટે આ અરજી થતા હવે કોર્ટે આગામી 30 જાન્યુઆરીની મુદ્દત નક્કી કરી છે.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image