એઇમ્સ હોસ્પિટલનાં સિકયુરિટી ગાર્ડે દર્દીના સગાનાં ખોવાયેલા રૂ. 17,500 પરત કર્યા
એઇમ્સ હોપિટલ રાજકોટમાં ઘણા દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. ત્યારે હોસ્પિટલનાં સિક્યુરિટી ગાર્ડે આ હોસ્પિટલમાં પોતાની કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. જેમાં ગઈકાલે 1 દર્દી ઇમર્જન્સી વિભાગમાં સારવાર માટે દાખલ થયા હતા. દરમિયાન તેના સગા કિરીટસિંહ ગોહિલનાં રૂ 17,500 ખોવાઈ ગયા હતા. આ રૂપિયા સિક્યુરિટી ગાર્ડ ભાવિક પરમારને મળી આવ્યા હતા. જેને લઈને ગાર્ડ દ્વારા સિક્યુરિટી અધિકારીઓને જાણ કરી એડમીન વિભાગમાં જમા કરાવાયા હતા. આ રકમ અંગે ખરાઈ કર્યા બાદ સિક્યુરિટીનાં ઓફિસર ઇન્દ્રસિંહ પરમાર દ્વારા કિરીટસિંહને આ રકમ પરત સોંપવામાં આવી હતી. જેને પગલે તેમણે પણ સિક્યુરિટી ગાર્ડની પ્રામાણિકતાને વખાણી સ્ટાફનો આભાર માન્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.