નગરપાલિકાની ચૂંટણી નજીક હોય અને જસદણનાભદ્ર સમા વિસ્તાર ચીતલીયા રોડ વોર્ડ નં,5 ના ચાર કોર્પોરેટરો પાટીદાર ભવન સામે સાથે મળીને જાહેર ચર્ચા કરતા અનેક તર્કવિતર્ક વહેતા થયા - At This Time

નગરપાલિકાની ચૂંટણી નજીક હોય અને જસદણનાભદ્ર સમા વિસ્તાર ચીતલીયા રોડ વોર્ડ નં,5 ના ચાર કોર્પોરેટરો પાટીદાર ભવન સામે સાથે મળીને જાહેર ચર્ચા કરતા અનેક તર્કવિતર્ક વહેતા થયા


40 જેટલા દાવેદારોના પેટમાં હલચલ મચી: નો રિપીટ થિયરી વાળા મૂંઝાયા, સમાજના નેતાઓના પ્રેસર હળવા થયા ચર્ચાનું બજાર ગરમ રાત્રીની ઊંઘ હરામ થતાં સમાજમાં રમુજ ફેલાણી

જસદણ નગરપાલિકાના ભદ્ર વિસ્તાર એવા ચીતલીયા રોડ આનંદ નગર વોર્ડ નંબર 5 ના પૂર્વ ચાર કોર્પોરેટરો જસદણ શહેરના આટકોટ રોડ ઉપર આવેલ પાણીના ટાંકા પાસે પાટીદાર ભવન સામે જ એકી સાથે ઉભા રહી અને જાહેર ચર્ચાઓ કરતા નજરે પડ્યા હતા. હાલ નગરપાલિકાની ચૂંટણી નજીક હોય અને 40 જેટલા આ જ વિસ્તારમાં દાવેદારો હોય જેમાં એક જીણા એવા કાર્યકરનો રીપીટ થિયરીની વાતો કરે છે, બહારના વોર્ડના અહીં નહીં તેવી વાતો કરે છે. તેઓ બધાને ટિકિટ ફાળવશે અને તેઓ પ્રમુખ બનશે તેવી શેકી મારતા સુતળી બોમ્બ અને લીંબુ શરબત વાળા કાર્યકર તેઓનું વાલચક્ર ઢીલા થયા હોય અને સુરસુરિયું થયું હોય તેવી પણ ચર્ચા વેતી થઈ છે. આ ઉપરાંત પાટીદાર સમાજના રાજકીય નેતા ઓ અને સમાજના નેતાઓનું પણ બહુ કંઈ ખાસ ઉપજે તેવું લાગતું ન હોવાનું ખાનગી સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સમાજના નેતા અને રાજકીય નેતાઓનું કુકર પ્રેશરમાં હવામાન હળવું થયું હોય સિટી વાગે તેવું લાગતું નથી. આથી આજ ભદ્ર વિસ્તારના ચાર કોર્પોરેટર જીગ્નેશભાઈ હિરપરા, નરેશભાઈ ચોહલીયા, અલ્પેશભાઈ રૂપારેલીયા, કેશુભાઈ છાયાણી સહિતના આગેવાનો પાટીદાર ભવન સામે એકત્રિત થઈ અને શું ચર્ચા કરી તે બાબતે ભારે ચર્ચા જાગી છે. એકબાજુ હાલ પાલિકાની ચૂંટણી નજીક હોવાથી ચર્ચાનું બજાર ગરમ બન્યું છે, તો સમાજના કેટલાક નેતાઓનું હવે ધોળું થવાની તૈયારી હોવાનું પણ ચર્ચા રહ્યું છે ત્યારે હવે આ ચાર પૂર્વ કોર્પોરેટરે પાલિકા અંગે સમાજ અંગે અને રાજકીય પ્રશ્ન અંગે શું ચર્ચા કરી તે બાબતે ચર્ચાનું બજાર ભારે ગરમ બન્યું છે. તો ઘણા સમાજના ચાપલુસીયાઑના પેટમાં તો ગોળા થયા છે કે શું ચર્ચા થઈ હશૅ રાત્રિની ઊંઘ હરામ થઈ હોવાની પણ ચર્ચા પાટીદાર સમાજમાં છડે ચૉક વહેતી થઈ હોવાનું જાણવા મળે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.