બોટાદની શ્રી દયાનંદ સરસ્વતી પ્રા.શાળા નં.15 વોકેશનલ કેમ્પ અંતર્ગત ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક વિઝિટ કરવામાં આવી - At This Time

બોટાદની શ્રી દયાનંદ સરસ્વતી પ્રા.શાળા નં.15 વોકેશનલ કેમ્પ અંતર્ગત ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક વિઝિટ કરવામાં આવી


બોટાદની શ્રી દયાનંદ સરસ્વતી પ્રા.શાળા નં.15 વોકેશનલ કેમ્પ અંતર્ગત ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક વિઝિટ કરવામાં આવી

શ્રી દયાનંદ સરસ્વતી પ્રા.શાળા નં.15 બોટાદમાં વોકેશનલ કેમ્પ અંતર્ગત ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓની મારુતિ સ્પીનિંગ મિલ,બજરંગ ઓઈલ મીલ અને માય કુલ આઈસ્ક્રીમ ફેક્ટરીની શૈક્ષણિક વિઝિટ કરવામાં આવી.જે અંતર્ગત બાળકોએ મારુતિ સ્પીનિંગ મીલમાં કપાસમાંથી દોરા બનાવવાની સમગ્ર પ્રોસેસ નિહાળી હતી.બજરંગ ઓઈલ મીલમાં માગફળીમાંથી શીંગ તેલ અને ખોળ બનવવાની પ્રોસેસ નિહાળી હતી અને જાણકારી મેળવી હતી.માય કુલ આઈસ્ક્રીમ ફેકટરીમાં આઈસ્ક્રીમ બનાવવાની પ્રોસેસ નિહાળી હતી. આ સમગ્ર વિઝિટમાં શાળાના શિક્ષક શૈલેષભાઈ ભુંગાણીએ બાળકોને માર્ગદર્શન આપ્યું હતું.શાળાના આચાર્ય આશિષભાઈ ચંદ્રાણીએ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.