હવામાનની અવગણના:6 વર્ષમાં 64 ટ્રેકર્સનાં મોત થયાં, ઉત્તરકાશીમાં ટ્રેકિંગ રૂટમાં ફસાયેલા 13ને બચાવી લેવાયા
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના સહસ્ત્રતાલ ટ્રેકિંગ રૂટ પર ખરાબ વાતાવરણમાં ફસાયેલા 22 ટ્રેકરોની શોધખોળ અને બચાવ અભિયાનની કામગીરી પૂર્ણ થઈ છે. એસડીએફએ ગુરુવારે ચાર ગુમ થયેલા ટ્રેકર્સના મૃતદેહ પણ બહાર કાઢ્યા હતા. વાયુસેનાના ચિતા હેલિકોપ્ટર દ્વારા મૃતદેહોને બહાર કાઢીને નતિન હેલિપેડ પર લાવવામાં આવ્યા હતા. દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક 9 પર પહોંચ્યો છે જ્યારે 13 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. વાતાવરણમાં પલટાને લીધે હાઈપોથર્મિયાની ઝપેટમાં આવતાં 9 લોકોનાં મોત થયાં હતાં. ટ્રેકરોએ જણાવ્યું હતું કે અડધા કલાકમાં તાપમાન માઈનસ 20 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. હિમાલયમાં તેમની રોમાંચક યાત્રા થોડીવારમાં જીવનના અંતિમ શ્વાસમાં ફેરવાઈ ગઈ હતી. ઉત્તરકાશી જિલ્લામાં છેલ્લાં છ વર્ષમાં 64 લોકોનાં મોતનો આંકડો દર્શાવે છે કે હિમાલયમાં ટ્રેકિંગ કેટલું પડકારજનક અને જોખમી છે. આ 64માંથી 29 લોકો નેહરુ પર્વતારોહક સંસ્થાન ઉત્તરકાશીના તાલીમાર્થીઓ હતા. હાઈપોથર્મિયા શું છે?
હાઈપોથર્મિયામાં વ્યક્તિના શરીરનું તાપમાન સામાન્ય કરતાં વધારે ઘટી જાય છે. ફિઝિશિયન ડૉ. વિવેકાનંદના જણાવ્યા અનુસાર, શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હોય છે, પરંતુ હાઈપોથર્મિયાના કિસ્સામાં તે 32 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી થોડું ઘટી શકે છે. હાઈપોથર્મિયા મુખ્યત્વે તીવ્ર ઠંડા હવામાનને કારણે થઈ શકે છે. સેટેલાઇટ ફોન ન હોવાથી બચાવ કામગીરી સમયસર ન થઈ શકી
કર્ણાટકના ટ્રેકર્સ સાથે સોમવારે સાંજે બનેલી ઘટનાની માહિતી વહીવટીતંત્રને 24 કલાક પછી જ મળી હતી. જો ટ્રેકર્સ પાસે સેટેલાઇટ ફોન હોત તો સમયસર લોકોનો જીવ બચાવી શકાયો હોત. એવરેસ્ટ વિજેતા વિષ્ણુ સેમવાલના મતે હિમાલયમાં ટ્રેકિંગ કરતી વખતે સેટેલાઇટ ફોન ફરજિયાત હોવો જોઈએ. જેથી સમયસર લોકોનો જીવ બચાવી શકાય. ગઢવાલના મુખ્ય ટ્રેક: તાલુકો-હરકીદૂન, સાંકરી-કેદારકાંઠા, સિલિલા-કુશકલ્યાણ-સહસ્ત્રતાલ, નેલાંગ કિન્નોર, હરકીદૂન-ભડાસુ-છિતકુલ, ભિવાડી-ખિમલોગા છિતકુલસ ગંગોત્રી-કાલિંદીપાસ-માણા, ગંગોત્રી-યાસુકી તાલ, ગંગોત્રી કેદારતાલ, ગંગોત્રી રુદ્રગેરા, ગંગોત્રી-ખતલિંગ ગ્લેશિયર, ડોડીતાલ, દયારા બુગ્યાલ, ઢાટમીર રૂઇનસારા બુગ્યાલ-ક્યારકોટી ટ્રેક વગેરે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.