વિસાવદર માં લોકસભા ના ઉમેદવાર અને ભાજપાના સાંસદ સામે પ્રશ્નો વાળા પોસ્ટરો લાગ્યા - At This Time

વિસાવદર માં લોકસભા ના ઉમેદવાર અને ભાજપાના સાંસદ સામે પ્રશ્નો વાળા પોસ્ટરો લાગ્યા


વિસાવદર માં ભાજપાના સાંસદ સામે પ્રશ્નો વાળા પોસ્ટરો લાગ્યા
જુનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમા સામે હવે બેનર યુધ્ધ શરૂ થયું છે જેમાં આ વિસ્તારના લોકોએ કેટલાક પ્રશ્નો ચિતર્યા છે કે સાંસદે કોઈ દિવસ કોઈ પ્રશ્નોનુ નિરાકરણ લાવ્યૂ જ નથી.સાસદની જવાબદારી માં કોઈ ગામ દત્તક લેવાનું હોય તેનુ કોઈ સરનામું જ નથી.ઈકોઝોન વિશે ક્યારેય કોઈ ચર્ચા જ નથી કરી.વર્ષો જુનો બ્રોડગેજ પ્રશ્ન ઉકેલ રહીત બનાવ્યો છે.તેમજ વિસાવદર ભેંસાણ વિસ્તારમાં ખૂબ જ ઓછી ગ્રાન્ટ ફાળવી છે.તેમજ ઉના કોડીનાર તાલાળાની સુગર ફેકટરી મરણતોલ છે જેના દ્વારા ખેડૂતોને આવક થતી અને રોજગારીનો એક વિકલ્પ હતો આજે તે બધી ફેકટરી બંધ હાલતમાં છે.તેને પુનઃજીવિત કરવાના કોઈ પ્રયાસો કર્યા નથી. આવા પ્રશ્નો સાથેના બેનરો પ્રદર્શિત કરવામાં આવ્યા છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image