રાજકોટની ભાગોળે આવેલ ‘કામધેનુ ગૌશાળા, નિઃસ્વાર્થ ભાવે થતી ગૌમાતાની સેવા Ø ગૌશાળામાં ગોડાઉન, અવેડો, ઘાસ રાખવા માટે છાપરાની તાતી જરૂરીયાત. દાતાઓને લાભ લેવા અપીલ
રાજકોટની ભાગોળે આવેલ 'કામધેનુ ગૌશાળા, નિઃસ્વાર્થ ભાવે થતી ગૌમાતાની સેવા
ગૌશાળામાં ગોડાઉન, અવેડો, ઘાસ રાખવા માટે છાપરાની તાતી જરૂરીયાત. દાતાઓને લાભ લેવા અપીલ
રાજકોટ શહેરની ભાગોળે આવેલ 'કામધેનુ ગૌશાળા'માં આશરે ૮૫ જેટલા અબોલ પશુ-પક્ષીઓ ગાય, બળદ, વાછડા, કુતરા, કબુતર વિગેરેનો સુંદર નિભાવ થઈ રહયો છે, જેમા રસ્તે રઝડતા, બીનવારસી પશુઓ સ્વીકારવામાં આવે છે અને જો કોઈ પશુ બીમાર હોય તો તેની સારવાર કરવામાં આવે છે અને તેની સેવાચાકરી કરવામાં આવે છે. હાલમાં ગૌશાળામાં એકપણ દૂજાણું પશુ નથી. સંસ્થાનો અંદાજે દૈનિક ખર્ચ ૧૦,૦૦૦ રૂપીયા જેવો થાય છે. સંસ્થાને કોઈ કાયમી ભંડોળ નથી કે કોઈ નિયમીત આવકનું સાધન નથી, સંસ્થા સંપૂર્ણપણે દાતાઓના શ્રીદાન પર નિર્ભર છે. પ્રવર્તમાન મોંઘવારીના સ્થિતિના હિસાબે, ગૌ સેવા–જીવદયા પ્રવૃતિઓનો નિર્વાહ કરવો ખુબ મુશ્કેલ બન્યો છે. સંસ્થાનો વાર્ષિક ખર્ચ ૪૦ લાખ જેવો થાય છે. ગૌશાળામાં અનુદાન આપવા માટે ગૌશાળાના ચકા મહારાજ (મો.નં. ૯૦૨૩૯ ૭૯૧૫૮) દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલના સમયમાં ગૌશાળામાં ગૌમાતાના દિકરા એવા વાછડાઓને રાખવામાં માટેનું એક છાપરું જેની અંદાજીત કિંમત બે લાખ તથા ઘાસ રાખવા માટે એક ગોડાઉન જેની અંદાજીત કિંમત સાત લાખ અને ગૌમાતાને પાણી પીવડાવવા માટેનો એક સુંદર મજાના અવેડો જેની અંદાજીત કિંમત પંદર હજાર જેવી થાય છે જેની અત્યારના સમયમાં ગૌશાળામાં ખૂબ જરૂરીયાત છે. કામધેનુ ગૌશાળાના ચકા મહારાજ દ્વારા દાતાઓને લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
કોઠારીયા સોલવન્ટની બાજુમાં, રવેચીનગર, શેરી નં.ર, રાજકોટ ખાતે આવેલ કામધેનુ ગૌશાળા, અંગેની વિશેષ માહિતી માટે કરણભાઈ કિલજી (મો. ૯૦૨૩૯ ૭૯૧૫૮) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.