સુરત માં આવતી કાલે થનારી 7 જગન્નાથ યાત્રાને ચૂસ્ત બંદોબસ્ત - At This Time

સુરત માં આવતી કાલે થનારી 7 જગન્નાથ યાત્રાને ચૂસ્ત બંદોબસ્ત


રત શહેરમાં વિવિધ સ્થળોએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે જેમાં ૦૭ રથયાત્રા, ૦૪ શોભાયાત્રા તેમજ એક મહાપ્રસાદીનુ આયોજન કરાશે. આ સંદર્ભે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે કહ્યું કે, શહેરમાં તા.૭મીએ રથયાત્રાના આયોજન અંતર્ગત કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
રથયાત્રામાં સુરત શહેર પોલીસ દ્વારા ૩ જે.સી.પી, ૮ ડી.સી.પી., ૨૦ એ.સી.પી., ૪૧ પી.આઈ., ૧૫૦ પીએસઆઇ અને ૪૦૦૦ હજારથી વધુ પોલીસ જવાન ખડેપગે બંદોબસ્તમાં જોડાશે. સંયુક્ત પોલીસ કમિશનર, ડી.સી.પી., એ.સી.પી., પો.ઇન્સ. દ્વારા અલગ અલગ સ્તરે શાંતિ સમિતિની બેઠક કરવામાં આવી છે. રથયાત્રા આયોજકો, ફ્રેન્ડ ઓફ પોલીસ તેમજ ધર્મગુરૂઓ સાથે રથયાત્રાના આયોજનનું સંકલન કરાયું છે, જેમાં તેમનો ઉમદા સહકાર મળ્યો છે. રૂટ ડાયવર્ઝન તેમજ ભારે વાહન પ્રતિબંધ માટે ટ્રાફિકનુ જાહેરનામુ, હથિયારબંધી, ધ્વનિ પ્રદુષણના જાહેનામા બહાર પાડવામાં આવ્યા હોવાનું પોલીસ કમિશનરએ ઉમેર્યું હતું.


7405225531
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.