સુભાષનગરમાં દારૂની મહેફિલ માણતાં ચાર શખ્સો ઝડપાયા - At This Time

સુભાષનગરમાં દારૂની મહેફિલ માણતાં ચાર શખ્સો ઝડપાયા


સુભાસનગરમાં દારૂની મહેફિલ બાઇટિંગ સાથે માણતાં ચાર શખ્સોને પોલોસે પકડી પાડ્યા હતાં. મિત્રના જન્મ દિવસ પર યાસીન કચરાએ પોતાના ઘરે અન્ય શખ્સોને બોલાવી પાર્ટી યોજી હોવાનું સામે આવ્યું હતું.

દરોડાની વિગત મુજબ, એલસીબી ઝોન-2 પીએસઆઇ આર.એચ.ઝાલા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના કોન્સ્ટેબલ ધર્મરાજસિંહ ઝાલા, કુલદીપસિંહ રાણાને રૈયારોડ સુભાષનગર મફતિયાપરા શેરી નં.8 માં યાસીન મહેબુબ કચરા પોતાના મિત્રો સાથે પ્લાન બનાવી વિદેશી દારૂની પાર્ટી આયોજન કરેલ હોય અને હાલમાં દારૂની મહેફીલ ચાલુ છે, તેવી ચોકકસ બાતમીના આધારે સ્ટાફે રૈયારોડ પર આવેલ સુભાષનગર મફતિયાપરા શેરી નં.8 માં દરોડો પાડી દારૂની મહેફિલ માણી રહેલાં શખ્સોને પકડી નામ પૂછતાં યાસીન મહેબુબ કચરા હોવાનું અને મકાન પોતાનું હોવાનું જણાવ્યું હતું.

તેમજ અન્ય ત્રણ શખ્સોને નામ પૂછતાં ઇમરાન સલીમ કારીયાણી (ઉ.વ.34) ,(રહે. રામનગર શેરી નં.3 હનુમાનમઢી રૈયારોડ), અલ્તાફ ઇલીયાસ કારીયાણી(ઉ.વ.46), (રહે. નહેરૂનગર શેરી નં.4 રૈયારોડ) અને સદામ સુલતાન સલોટ (ઉ.વ.30),( રહે. રામનાથપરા શેરી નં, 17) હોવાનું જણાવ્યું હતું. તેમજ સ્થળ પરથી દારૂની બોટલ, બાઇટિંગ માટેનું ચવાણું અને પાણીની બોટલ કબ્જે કરી ચારેય શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પૂછતાછમાં યાસીન કચરાએ પોતાના મકાનમાં તેના મિત્રનો જન્મદિવસ ઉજવવા અન્ય શખ્સો સાથે મળી પાર્ટી કરી હોવાની કબૂલાત આપી હતી


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image