લમ્પી સામે સુરક્ષા માટે જિલ્લામાં 60 હજાર પશુને રસીકરણ કરાયું - At This Time

લમ્પી સામે સુરક્ષા માટે જિલ્લામાં 60 હજાર પશુને રસીકરણ કરાયું


માણસા પંથકના પશુઓમાં શંકાસ્પદ ચિન્હો દેખાયાદેલવાડ અને અંબોડના પાંચ પશુને અલગ કરી દઇ સમયસરની સારવાર અપાતા
ફરીથી તંદુરસ્ત થયાંગાંધીનગર :  રાજ્યમાં પશુઓ માટે જાનલેવા સાબિત થયેલા લમ્પી રોગચાળા સામે
રક્ષણ આપવા માટે ગાંધીનગર જિલ્લામાં ૬૦ હજાર પશુને રસીકરણ કરી દેવામાં આવ્યું છે.
દરમિયાન માણસા પંથકમાં પશુઓમાં લમ્પી વાયરસના ચિન્હો દેખાયા છે. જેના પગલે દેલવાડ
અને અંબોડના પાંચ પશુને અલગ કરી દઇ સમયસરની સારવાર અપાતા ફરીથી તંદુરસ્ત થયાનું
જિલ્લા પશુપાલન તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. જિલ્લા પશુપાલન અધિકારી એસ. આઇ.
પટેલે જણાવ્યું કે માણસા તાલુકામાં અંબોડ ગામના દિલીપસિંહ ચાવડાની ગાયને લમ્પીના
શંકાસ્પદ ચિન્હો દેખાતા તેને સારવાર આપવા સાથે આજુબાજુમાં ૩૦૦ પશુઓનું રસીકરણ
કરાયુ હતું. જ્યારે દેલવાડ ગામમાં શૈલેષભાઇ પટેલની ગાયને શંકાસ્પદ ચિન્હો જણાતા
તેને સારવાર આપવા સાથે આસપાસમાં રહેતા ૧૦૦ પશુઓનું રસીકરણ કરાયું છે. દેલવાડના
અરવિંદભાઇ પટેલ અને મંગાજી ઠાકોરની ગાયમાં સામાન્ય શંકાસ્પદ ચિન્હો જણાતાં તે
બન્ને પશુની સારવાર કરવા ઉપરાંત ગામના અન્ય ૨૦૦ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
હાલમાં આ તમામ પશુઓ તંદુરસ્ત છે. બન્ને ગામમાં અન્ય કોઇપણ પશુઓમાં આ રોગની અસર
નથી.લમ્પી સ્કીન ડીસીઝની અસર વધુ પશુઓમાં ન ફેલાય તે માટે
જનજાગૃત્તિ લાવવા જિલ્લાના તમામ ગામમાં કેમ્પ યોજીને રોગના લક્ષણો, રોગ કેવી રીતે
ફેલાય છે, તેને
રોકવા શું તકેદારી રાખવી સહિતના મુદ્દે પશુપાલકોને જાગૃત કરાયા છે. લમ્પી રોગની
અસર પશુઓમાં ૨૦થી ૨૫ દિવસે દેખાતી હોવાથી પશુઓના લે-વેચ પર રોક લગાવાઇ છે.ક્યા તાલુકામાં કેટલા પશુઓને રસી અપાઇ

ગાંધીનગર જિલ્લામાં તારીખ ૨૨મી ઓગસ્ટના બપોર સુધીમાં ૫૯,૫૧૪ પશુનું
રસીકરણ કરવામાં આવ્યું છે. તેમાં માણસા તાલુકામાં ૩૧,૦૯૨, ગાંધીનગર
તાલુકામાં ૧૮,૫૧૮, કલોલ તાલુકામાં ૬,૮૦૪ અને દહેગામ
તાલુકામાં ૩,૧૦૦
પશુનો સમાવેશ થાય છે. લમ્પી નામના વાયરસથી થતાં રોગથી પશુઓને બચાવવા માટે
પશુપાલકોને મનીરલ મિક્ષર પાઉડર ખવડાવવા આ સાથે અપિલ કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.